Friday, 27/12/2024
Dark Mode

સિંગવડ માં સસ્તા અનાનાની દુકાનોમાં પૂરતા પુરવઠાની બુમો.     

April 24, 2024
        2761
સિંગવડ માં સસ્તા અનાનાની દુકાનોમાં પૂરતા પુરવઠાની બુમો.     

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ માં સસ્તા અનાનાની દુકાનોમાં પૂરતા પુરવઠાની બુમો.     

સીંગવડ તા. ૨૪ 

સિંગવડ તાલુકાના સસ્તા અનાજની દુકાનોમાં પુરવઠો છેલ્લી તારીખોમાં આવતો હોવાની બૂમો ઊઠવા પામી સિંગવડ તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાં અનાજનો પુરવઠો ખરેખર 1 થી 10 તારીખમાં આવવો જોઈએ તો તે અનાજનો જથ્થો રેશનકાર્ડ ધારકોને સમયસર મળી જવો જોઈએ તેની જગ્યાએ સસ્તા અનાજ ની દુકાનોમાં મહિનાની છેલ્લી તારીખોમાં અનાજનો જથ્થો આવતો હોવાને લીધે તે અનાજનો જથ્થો ક્યારે આપમાવા માં આવે તેની રેશનકાર્ડ ધારકોને ખબર પડતી નથી જ્યારે ઘણા ખરા રેશનકાર્ડ ધારકો તો આ કેન્દ્ર સરકાર માંથી મળતું મફત અનાજ માંથી ભૂલે પડતા હોય છે જ્યારે આ રેશનકાર્ડ ધારકોને તેમનું અનાજ છેલ્લી તારીખોમાં આપવામાં આવતું હોય છે તો તે ઘણી વખતે બીજા મહિનામાં પણ અનાજની ખતવણી થતી હોય છે જેના લીધે જે પાછલા મહિનાનું અનાજ તે તેમને મળતું જ નથી જ્યારે સસ્તા અનાજ ની દુકાનોમાં ખરેખર અનાજ વહેલું અપાઈ જાય તો તે અનાજ રેશનકાર્ડ ધારકોને કામ લાગે તેમ પરંતુ સરકારી તંત્રની અને સરકારી દુકાનદારોની મિલીભગત ના લીધે આ અનાજનો જથ્થો ગોડાઉન માંથી જ વહેલો નહીં આપીને તે જથ્થો મહિનાના છેલ્લા દિવસમાં આપવામાં આવે તેથી જે પણ રેશનકાર્ડ ધારકોને અનાજ આવે તે ખબર પડે તો તે લઈ શકે અને રેશનકાર્ડ ધારકો રહી જાય તે બીજા મહિના આપે એટલે જે રેશનકાર્ડ ધારકો રહી જાય તેમનુ અનાજ બારોબાર વેચી નાખીને દુકાનદાર રૂપિયા ઉભા કરી લેતા હોય છે જ્યારે ખરેખર આ જથ્થો સરકારી ગોડાઉન માંથી વહેલો આવે તો તે સસ્તા અનાજનો જથ્થો બધા જ રેશનકાર્ડ ધારકોને મળી શકે તેમ છે પરંતુ બધા સરકારી તંત્રની મિલી ભગતના લીધે તેનો ભોગ રેશનકાર્ડ ધારક બનતો હોય તેમ છે સિંગવડ તાલુકાના રેશનકાર્ડ ધારકોની માંગ છે કે અનાજનો જથ્થો પૂરેપૂરો એક સાથે આવે અને 1થી 10 તારીખમાં આવે તો ટાઈમ થી રેશનકાર્ડ રેશનિંગ દુકાનદારો દ્વારા આપવામાં આવે તો અનાજનો જથ્થો બધા જ રેશનકાર્ડ ધારકોને મળી શકે તેમ છે માટે સરકારી તંત્ર દ્વારા પણ આની તટસ્થ તપાસ કરીને એના રેશનકાર્ડ ધારકોને ટાઈમથી મળે તેવી રેશનકાર્ડ ધારકોની માંગ ઉઠવા પામી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!