કેવડીયા વિસ્તારના ગામડાઓમાં આદિવાસી ખેડૂતો જમીનમાં ફેન્સીંગ ની કામગીરી અટકાવવા માટે “ગુજરાત કિસાન સભા” ફતેપુરા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

Editor Dahod Live
2 Min Read

 શબ્બીર સુનેલવાલ @ ફતેપુરા 

ફતેપુરા તા.08

ગુજરાત કિસાન સભા ફતેપુરા દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું, કેવડીયા વિસ્તારના ગામડાઓમાં આદિવાસી ખેડૂતો જમીનમાં ફેન્સીંગ ની કામગીરી અટકાવવા માટે આવેદન પત્ર પાઠવ્યું

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા કચેરીમાં મામલતદાર એનઆરઆર પારગીને ગુજરાત કિસાન સભાના અખિલ ભારતીય કિસાન સભા તાલુકાના પ્રમુખ તેમજ હોદ્દેદારો દ્વારા આવેદન પત્ર રજુ કરેલ હતું.જેમાં જણાવ્યું હતું કે આદિવાસી ખેડૂતોના જંગલની જમીનના કબ્જા સરકારી રેકોર્ડ ઉપર આવેલ છે.તેને કાયદેસર કરી આપવાના બદલે સરકાર આદિવાસી ખેડૂતોના કબજા હકોને મિટાવવાનું અને છીનવાનું કામ કરી રહી છે. કેવડિયા વિસ્તારમાં ૬ ગામડાઓના ખેડૂતોની જમીનનો કબજો છીનવવા ની કામગીરી રાજ્ય સરકાર કરી રહેલ છે આ છ ગામડાઓની જમીન ના ફરતે ફેન્સીંગ ની કામગીરી થઇ રહેલ છે આથી આદિવાસીઓને જમીનમાંથી હટાવવાના રાજ્ય સરકાર અન્યાય કામગીરી સામે આદિવાસી જનતામાં રોષ ભભૂકી ઉઠયો છે.અને ફેન્સીંગની કામગીરીનો ઉગ્રવિરોધ થઈ રહ્યો છે વિકાસના નામે આદિવાસીઓના ભોગે રાજ્ય સરકારના ભવનો સરકારી અધિકારી બંગલાઓ કોમર્શિયલ સેન્ટરો હોટેલનું બાંધકામ માટે આદિવાસીઓની જમીન છીનવાનુ બંધ કરો આંદોલનકારી આદિવાસી આગેવાનો ખેડૂતો અને આદિવાસીઓને ધરપકડ માંથી મુક્ત કરો કેવડિયા વિસ્તારના આદિવાસી ખેડૂતોને ન્યાય અપાવવા આદિવાસી આગેવાનો સાથે વાટાઘાટો કરી પ્રશ્નોનો ઉકેલ લાવો ગુજરાત કિસાન સભા આદિવાસીઓને લડતને સમર્થન કરે છે.જેવા મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રી ઉદ્દેશીને મામલતદાર મારફતે રજુ કરેલ હતું.મામલતદાર પારગી એ આવેદનપત્ર ઉચ્ચકક્ષાએ પહોંચાડી આપવાની ખાત્રી આપેલ હતી.

Share This Article