ગરબાડા તાલુકાના બોરિયાલા ગામેથી ખુલ્લા કૂવામાંથી ગુલબારના યુવકનો મૃતદેહ મળ્યો. મરણ જનાર વ્યક્તિ ગત તારીખ ૧૫ એપ્રિલના રોજ કતવારા ગામેથી ગુમ થયો હતો.

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના બોરિયાલા ગામેથી ખુલ્લા કૂવામાંથી ગુલબારના યુવકનો મૃતદેહ મળ્યો.

મરણ જનાર વ્યક્તિ ગત તારીખ ૧૫ એપ્રિલના રોજ કતવારા ગામેથી ગુમ થયો હતો.

ગત રોજ તારીખ ૨૧ ના રોજ ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે દિવાનિયાવડ ફળિયા ખાતે 

ગરબાડા તા.  ૨૨

ખેતરમાં આવેલા ખુલ્લા કુવામાં એક વ્યક્તિનો પાણીમાં તરતો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાની જાણ ગરબાડા પોલીસને થત ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના બોરીયાલા ગામે દિવાનિયાવડ ફળિયામાં ખેતરમાં આવેલા ખુલ્લા કુવામાં જે મૃતદેહ મળી આવ્યો છે તે ગુલબાર ગામના પાટીયા ફળિયામાં રહેતા હેમંતભાઈ સુરજીભાઈ મંડોડ નો હોવાનું જાણવા મળ્યું છે જે વ્યક્તિ ગત તારીખ 14 એપ્રિલના રોજ સાંજના સમયે કતવારા ગામ ખાતેથી ગુમ થયા હતા

 

જે ઘટનાની જાણ તેના પુત્ર મેહુલભાઈ મંડોડ દ્વારા કતવારા પોલીસ મથકે કરવામાં આવી ત્યારબાદ થોડા દિવસ પછી ગુમ થયેલ હેમંતભાઈ ની લાશ બોરિયલા ના દિવાનિયાવડના કૂવામાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી ત્યારે આ બાબતની જાણ ગરબાડા પોલીસને થતાં પોલીસ દ્વારા મૃતકનો કબજો લઈ અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે મૃતક દ્વારા આત્મહત્યા કરવામાં આવી છે કે પછી તેની હત્યા કરી દેવામાં આવી છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે હાલ ગરબાડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article