સંજેલી મહેન્દ્ર :- ચારેલ.
સંજેલી પંચાયતનું વીજ કનેક્શન કાપી નાખતા 4 દિવસથી અંધારપટ.
સંજેલી પંચાયતનો વહીવટ ખાડે ગયો હોય તેમ અંધેરી નગરીમાં ગંડુ રાજા જેવો માહોલ..
સંજેલીમાં ચારેકોર અંધેર અંધેર ચોરી થવાની પણ સંભાવના સતાવી રહી છે.
સંજેલી ગ્રામ પંચાયત દ્વારા સ્ટીટ લાઈટ નું વીજ બીલ ન ભરાતા વીજ કનેક્શન કપાયું.
3 લાખ ઉપરાંતના વીજબિલ ના નાણા ની સામે એક લાખનો ચેક પણ રિટર્ન થયો.
સંજેલી પંચાયતના કર્મચારીઓ પગારને લઈને 1 મહિનાથી હડતાલ પર છે. 20 માસ જેટલો પગાર બાકી છતાં પણ પંચાયત તંત્ર દ્વારા કર્મચારીઓ ને પગાર ચૂકવતા નથી.
સંજેલી તા. ૩૦
સંજેલી પંચાયતનો વહીવટ ખાડે ગયો હોય તેમ જોવાઈ રહીયુ છે અગાઉ પણ સંજેલી પંચાયતનું બીજ કનેક્શન કપાયું હતું અને જેમ તેમ કરીને પેમેન્ટ આપી વીજ કનેક્શન ચાલુ કરાયું હતું જે બાદ ફરી ત્રણ લાખ ઉપરાંતનું સંજેલી પંચાયતનું બિલ ન ભરાતા બુધવાર થી સંજેલી પંચાયતનું કનેક્શન કપાયું. સંજેલી ગ્રામ પંચાયત ની સ્ટીટ લાઈટ નો વીજ બિલ ની ભરપાઈ ન કરાતા વીજ કનેક્શન કપાયું રાત્રે ના અંદર પટ્ટ છવાતા લોકોને હાલાકી.
સંજેલી ગ્રામ પંચાયતમાં સરપંચ અને સભ્યોની લડાઈમાં ગ્રામજનો અને કર્મચારીઓ ને ભારે હાલાકી પડી રહી છે. સરપંચ અને સભ્યોની અંદર અંદરની ખેચતાણની લડાઈ ચરમ સીમાએ પહોંચી છે. આયોજન તેમજ વિકાસના કામો પણ એકબીજાને અડચણરૂપ થઈ અને વિરોધ વંટોળ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક માસથી ગ્રામ પંચાયતના કર્મચારીઓ પગારને લઈને હડતાલ પર ઉતર્યા છે. 20 માસ જેટલો પગાર બાકી છતાં પણ પંચાયત તંત્ર દ્વારા કર્મચારીઓ ને પગાર ચૂકવતા નથી. અને કર્મચારીઓ હાલ હડતાલ પર ઉતરા છે ત્યારે
પંચાયત ના સરપંચ કે તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ ને બોલાવી અને તેમની સાથે કોઈ વાતચીત કરવા કે તેમને પગાર આપી અને રેગ્યુલર કામ કરવા માટે પણ કહે છે કે કેમ ? સત્તાધીશો ના કેટલાક મળતીયા સભ્યો અને સભ્ય પતિદેવો દ્વારા હાલ ગ્રામ પંચાયતના વોટર વર્ક્સના કામો વીજ ના કામો અને પંચાયતમાં નાના મોટા કામો કરી રહ્યા છે. પરંતુ કર્મચારીઓને મનાવવાની કે તેમને પગાર આપવાની કોઈપણ જાતની હસ્તી લેતા નથી. અને સંજેલી ગ્રામ પંચાયતના 3,લાખ જેટલા સ્ટીટ લાઈટ નું વીજબિલ બાકી હોવાને કારણે વીજ કર્મચારી દ્વારા વારંવાર માંગણી કરતા એક લાખ રૂપિયા નો ચેક આપ્યો હતો જે ચેક પણ પંચાયત પાસે બેલેન્સ ન હોવાથી રિટર્ન થયો છે અને બુધવારના રોજ વીજ પુરવઠો કાપી નાખતા સંજેલી નગરમાં રાત્રી દરમિયાન અંધારું પટ જવાયું છે. હોળી ધુળેટી ના તહેવારની સાથે સાથે હાલ મુસ્લિમ તેમજ વોહરા સમાજનો રમજાન માસનો પવિત્ર તહેવાર પણ ચાલી રહ્યો છે. અને વહેલી સવારથી રાત્રિ દરમિયાન વિવાદતમાં વારંવાર અવર-જવર કરવી પડતી હોય છે અને સ્ટેટ લાઈટ બંધ હોવાને કારણે હાલ બારે હાલાકી નો સામનો પણ વેઠવો પડી રહ્યો છે અને રાત્રી દરમિયાન વીજ પુરવઠો ન હોવાને કારણે લોકોને ચોરી જેવા બનાવવાની પણ લોકોને બીક સતાવી રહી છે.
અંધારાનો લાભ લઇ બે દિવસ અગાઉ સંજેલી થી ત્રણ કિમી દૂર જ રાત્રી દરમિયાન લાખો રૂપિયાની કૂવામાંથી મોટરોની ચોરી થઈ હતી અને સંજેલી નગરમાં પણ છ જેટલા મકાન અને બે જેટલી દુકાનો તોડી લાખોની લૂંટ મચાવી હતી. અને હાલ ચારે કોર લગ્નની સીઝન પૂર ઝડપે અને ધમાકેદાર ડીજે સાથે ચાલી રહી છે અને કોઈ અંધારા નો લાભ ન ઉઠાવી જાય તેની સંજેલી નગર વાસીઓને ભયનો માહોલ લોકોના જોવાઈ રહીયો.