Thursday, 26/12/2024
Dark Mode

નિઃસંતાન 25 વર્ષીય મહિલાને તંત્ર વિદ્યાના બહાને જંગલમાં લઇ જઈ પાશવી બળાત્કાર ગુજારતો તાંત્રિક:પોલિસ તપાસમાં જોતરાઈ

નિઃસંતાન 25 વર્ષીય મહિલાને તંત્ર વિદ્યાના બહાને જંગલમાં લઇ જઈ પાશવી બળાત્કાર ગુજારતો તાંત્રિક:પોલિસ તપાસમાં જોતરાઈ

જીગ્નેશ બારીયા @ દાહોદ,કલ્પેશ શાહ સીંગવડ  

દાહોદ તા.૦૪

સીંગવડ તાલુકાના બોરગોટા ગામે એક ૨૫ વર્ષીય પરણિત મહિલાને સંતાન ન થતાં એક તાંત્રીક પાસે ગઈ હતી જ્યા આ તાંત્રીક દ્વારા વિધી કરવાને બહાને મહિલાને જંગલમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે મહિલાએ ઢોંગી તાંત્રીક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

સીંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામે રહેતો  મુકેશભાઈ રૂપસીંગભાઈ સંગાડાએ ગત તા.૨૫મી એપ્રિલના રોજ  ગામમાં રહેતા નરવતભાઈને જણાવેલ કે, પત્ની સવિતાબેન અસ્થિર મગજની છે જેને વિધી કરી સારૂ કરી આપીશ પરંતુ તારે પહેલા તારા છોકરાની વહુને વસ્તારમાં કંઈ નથી જેને હું સારૂ કરી આપુ, તેમ કહી આ ઢોંગી તાંત્રીકે ૨૫ વર્ષીય પરણિતાને છાપરી સ્મશાન ઘાટના જંગલમાં લઈ જઈ તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતા જેતે સમયે આ ઘટનાની જાણ પરિવારજનો થઈ ન હતી.ત્યારે આ ભાંડો ફુંટતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી જવા પામી હતી.અને આ સંબંધે બળાત્કારનો ભોગ બનેલ પરણિતાએ આ ઢોંગી તાંત્રીક મુકેશભાઈ રૂપસીંગભાઈ સંગાડા વિરૂધ્ધ રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!