#DahodLive#
સરકાર આદિવાસી ગરીબ વિદ્યાર્થીઓની વેદનાઓ સાંભળો..
દાહોદમાં સ્કોલરશીપના અભાવે GNM ની વિદ્યાર્થીનીઓ કડીયા કામ કરવાં મજબૂર,હવે આત્મહત્યા કરવાનો વારો.
છેલ્લા 4 વર્ષથી સ્કોલરશીપ ચૂકવવામાં આદિજાતિ વિભાગનાં ઠાગાઠૈયા,1000 વિદ્યાર્થીઓનો ભાવી અંધારામાં..
અનેકવાર રજુઆતો બાદ કોઈ કાર્યવાહી ન થતા વિદ્યાર્થીઓએ આવેદન વેળાએ કલેકટરને ખરી ખોટી સંભળાવી.
દાહોદ તા. ૨
દાહોદ જિલ્લાની GNM નર્સિંગની વિધાર્થીઓને છેલ્લાં 4 વર્ષથી સ્કોલરશીપ ન મળતાં છેલ્લાં ચાર વર્ષથી દાહોદ થી ગાંધીનગર સુધી સ્કોલરશીપ માટે ધરમ ધક્કા ખાઈ રહેલા 1000 કરતા વધુ વિદ્યાર્થીઓનો ભાવી અંધકારમય બની રહ્યો છે. સ્કોલરશીપ ન મળતા અને પરીક્ષામાં બેસવા દીધા ન હોવાથી હાલ કેટલાક જીએનએમના વિદ્યાર્થીઓ કડિયા કામ કરવા મજબૂર બન્યા છે. આ મામલે દોઢ વર્ષ અગાઉ તંત્રને આવેદન આપનાર આ વિદ્યાર્થીઓ સામે કોઈએ ન દેખતા આખરે વિદ્યાર્થીઓ રોષે ભરાઈ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ દાહોદ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવવા કલેક્ટર કચેરી ખાતે ભેગા થયાં હતા. અને સ્કોલરશીપ મેળવવા વ્યથીથ થયેલી કેટલીક વિદ્યાર્થીનીઓએ કલેકટર ઉગ્ર રજૂઆતો કરી હતી. દસ દિવસમાં તેમનો નિકાલ ન થાય તો આત્મહત્યા કરવા મજબૂર કરનાર સંબંધિત વિભાગોના અધિકારીના શિરે રહેશે તેમ જણાવ્યું હતું.
દેશમાં અને ગુજરાત રાજ્યમાં ભણતર પાછળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી અને પછાત વર્ગના વિધાર્થીઓને ભણવા પાછળ ખર્ચ કરાતો હોય છે ત્યારે બીજી બાજુ આદિવાસી ગરીબ પરિવારની બાળકીઓ નર્સિંગ માટેના ભણતર પાછળ કોર્સ કરી અને પોતાનું કેરિયર બનાવી પોતે નિર્ભર થઈ રહ્યા છે પરંતુ દાહોદ જિલ્લામાં વસવાટ કરતા ગરીબ આદિવાસી પરિવારની બાળકીઓને છેલ્લા 2021 ના વર્ષથી સ્કોલરશીપ આપવામાં નથી આવતી તે વિધાર્થીનીઓ બેન્ગલુરું ખાતે GNM નર્સિંગની વિધાર્થીનીઓ પોતાના ખર્ચે બેન્ગલુરું ખાતે પહોંચે છે પરંતુ તેમને ત્યાં પરીક્ષામાં બેસવા દેવામાં આવતા નથી અને આ બાબતે આદિજાતિ વિભાગમાં રજુઆત કરતા તે વિધાર્થીનીઓએ આક્ષેપ મુકી જણાવ્યું હતુંકે અમે મદદનીશ કમિશનરને મળ્યા ત્યારે તેઓએ જવાબ આપતા જણાવ્યું હતુંકે અમને પુછીને તમે એડમિશન લીધું છે તેવા જવાબો મદદનીશ કમિશનર દ્રારા અપાયા હોવાના આક્ષેપ મુક્યા હતા ત્યારે આ વિધાર્થીઓને છેલ્લા 3 વર્ષથી સ્કોલરશીપ ન અપાતા વિધાર્થીનીઓ આમ આદમી પાર્ટીના નેતાઓનો સહારો લીધો હતો અને તેમને લઈને જિલ્લા કલેક્ટરને રજુઆત કરવા આવ્યા હતા ત્યારે આ બાબતે વિધાર્થીનીઓએ સરકારના અધિકારીઓ ઉપર આક્ષેપો મુકી પોતાની વેદનાઓ રજુ કરી હતી. અને દિવસમાં નિકાલ ન થાય તો આત્મહત્યા કરવાની તેમજ ઘણા પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે સબકા સાથ સબકા વિકાસના નારા તેમજ ગુડ ગવર્નન્સના ગુલબાંગો પોકારનાર રાજ્ય સરકાર દ્વારા આ મામલે કોઈ ઘટતું ન કરતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. જેના પગલે તેમનો સર્વાંગી વિકાસ અટકી પડ્યો છે. માટે વિદ્યાર્થીઓના હિતો તેમજ વેદનાઓને રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાથી લઈ યુદ્ધના ધોરણે 1000 જેટલા વિદ્યાર્થીઓને રાહત આપે તો સૌનો સાથ સૌના વિકાસનું સૂત્ર ખરા અર્થમાં સાર્થક થશે.