Saturday, 19/07/2025
Dark Mode

ગરબાડા તાલુકાના દાદુર નજીક છકડો પરથી પલ્ટી મારતા ૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

February 16, 2024
        697
ગરબાડા તાલુકાના દાદુર નજીક છકડો પરથી પલ્ટી મારતા ૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

રાહુલ ગારી:- ગરબાડા

ગરબાડા તાલુકાના દાદુર નજીક છકડો પરથી પલ્ટી મારતા ૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બન્યો બનાવ, ઇજાગ્રસ્તોને 108 મારફતે ઝાયડસ હોસ્પિટલ ખસેડાયા..

ગરબાડા તા.16

ગરબાડા તાલુકાના દાદુર નજીક છકડો પરથી પલ્ટી મારતા ૫ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત..

ગરબાડા તાલુકાના દાદુર જવાના રસ્તા ઉપર છકડો પલટી મારતા પાંચ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા મળતી વિગતો અનુસાર ગરબાડા તાલુકાના પાટિયા ગામનાં ડામોર ફળિયાના કેટલાક લોકો છકડામાં ગરબાડાથી દિવાનીયા વડ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રસ્તા ઉપર રાત્રિના 10:30 કલાકની આસપાસ છકડા ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા છકડો પલટી મારી ગયો હતો જેમાં કસનાભાઈ ડામોર સમેસિંગભાઈ ડામોર ખીમાભાઈ ડામોર સહિત છકડામાં સવાર પાંચ જેટલા લોકોને હાથે પગે નાની મોટી ઇજાઓ પહોંચી હતી ઇજાગ્રસ્ત લોકોને બે જેટલી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે દાહોદના ઝાડા હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા પ્રાથમિક તબક્કે માહિતી મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!