ધાનપુર હાટ બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત રોગ વિશે પ્રચાર પ્રસાર કાર્યક્ર્મ કરવામાં આવ્યો…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ધાનપુર હાટ બજારમાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્ત રોગ વિશે પ્રચાર પ્રસાર કાર્યક્ર્મ કરવામાં આવ્યો…

ગરબાડા તા. ૮

ધાનપુર તાલુકાના ધાનપુર ખાતે હાટ બજાર માં રક્તપિત્ત જન જાગૃતિ માટેપ્રચાર-પ્રસાર, કરવામાં આવ્યું.જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા સાહેબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન ના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલુ સ્પર્શ લેપ્રસી અવરનેશ પ્રોગ્રામ અંતર્ગત ધાનપુર ખાતે હાટ બજાર પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યું.તેમા પ્રા.આ.કે.રાછવા ના મેડિકલ ઓફિસર ડૉ.અરુણકુમાર સાહેબ તેમજ ડૉ.યુ.કે.પરમાર તથા લેપ્રસુ સુપરવાઈઝર તેમજ પ્રા.આ.કે રાછવા સુપરવાઈઝર રાજેશભાઈ ની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો માં જન જાગૃતિ ફેલાય તે માટે તારીખ -30 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી લેપ્રસી વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર, સ્કૂલો, કોલેજ માં પ્રચાર -પ્રસાર માટે ભવાઈ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું હતુ માં જેમાં રાછવા પ્રા.આ.કે નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

Share This Article