
34 માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માર્ચ 2024 જેસાવાડા યશ વાટિકા શાળા ખાતે જેસાવાડા પોલીસ દ્વારા માર્ગ સલામતી અવેરનેસ કાર્યક્રમ યોજ્યો
ગરબાડા તા. ૮
જેસાવાડા યશ વાટિકા શાળા ખાતે 34 મો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત માર્ગ સલામતી અવેરનેશ પ્રોગ્રામ શાળાના વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જેસાવાડા પોલીસ મથકના પી.એસ.આઇ એન.એમ રામી દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો બાબતે સમજણ આપવામાં આવી હતી જેમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ની જરૂરિયાત અને ડ્રાઇવિંગ લાઇસન્સ કેવી રીતે મેળવી શકાય તે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમ જ ડ્રાઇવિંગ કરતી વખતે હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે અને ટ્રાફિકના નિયમનું પાલન શા માટે કરવું જોઈએ જે વિશેની વિષુવૃત માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા