રાજેશ વસાવે :- દાહોદ
31મી ડિસેમ્બરને લઈ દાહોદ પોલીસ સક્રિય બની,બુટલેગરોમાં ફફડાટ…
દાહોદ પોલીસ દ્વારા આંતરરાજ્ય બોર્ડર પર સંઘન ચેકીંગ શરૂ કરાઈ..
ગુજરાતને જોડતા મુખ્ય માર્ગો સિવાય આંતરિયાળ વિસ્તારોમાંથી પસાર થતા માર્ગો પર ચેકીંગ અનિવાર્ય…
દાહોદ જિલ્લામાં આંતરરાજ્ય ખંગેલા બોર્ડર પર 31 ડીસેમ્બરને પગલે દાહોદ પોલીસે નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યુ હતું.
દાહોદ તા. ૨૫
31 ડિસેમ્બરને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે 2023 ને અલવિદા કરવા અને 2024 ને આવકારવા માટે યુવાધન થનગની રહ્યું છે.દારૂબંધી વાળા ગુજરાતમાં દારૂની પાર્ટીઓ ન યોજાય તે માટે પોલીસ સતર્ક બની છે.જયારે દાહોદ જિલ્લો મધ્યપ્રદેશ અને રાજેસ્થાનની સરહદે આવેલો જિલ્લો છે,જેના પગલે બંને રાજ્યોમાથી વિદેશી દારૂ સહિતના પદાર્થો ગુજરાતમાં ન ઘુસાડાય તે માટે દાહોદ પોલીસે બંને રાજ્યોમાથી ગુજરાતમાં પ્રવેશ કરતાં માર્ગો ઉપર ચેક પોસ્ટ ઊભી કરી છે. ગુજરાતમાં પ્રવેશ કરતાં તમામ વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.જેથી વિદેશી દારૂ અથવા અન્ય કોઈપણ કેફી દ્રવ્યોની હેરાફેરીના થઈ શકે તે માટે તમામ ચેકપોસ્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે અને વાહન ચેકિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
મધ્ય પ્રદેશ-રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા આંતરિયાળ રસ્તાઓ પર ચેકીંગ અનિવાર્ય..
31મી ડિસેમ્બરની ઉજવણીને અનુલક્ષીને આમ તો દાહોદ એસ.પી ડો. રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં દાહોદ પોલીસ સક્રિય બની છે.અને ખંગેલા,મીનાક્યાર,ઘુઘસ, પાટવેલ, ધાવડીયા સહીતના મુખ્ય માર્ગો જે બંને રાજ્યોને ગુજરાતમાં પ્રવેશે છે. આ સ્થળો પર પોલીસ દ્વારા બેરી્કેટિંગ કરી દાહોદ પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પરંતુ આ ઉપરાંત પણ મધ્યપ્રદેશ અને રાજસ્થાનને જોડતા ઘણા બધા અંતરિયાળ વિસ્તારોમાંથી માર્ગો સીધા ગુજરાત સાથે કનેક્ટેડ છે આ માર્ગો ઉપર હાલ સુધી બેરીકેટિંગ કે ચેકિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. જેના પગલે વિદેશી દારૂ સહિતના માદક પદાર્થોની ડિસેમ્બરને અનુલક્ષીને ઘુસણખોરી કરવા માટે સક્રિય બનેલા તત્વો માટે આવા અંતરિયાળ વૈકલ્પિક માર્ગો મોકલું મેદાન તરીકે સાબિત થાય તેમ છે. ત્યારે આ મામલે પણ પોલીશે ગંભીરતાથી વિચારી ગુજરાત થી કનેક્ટેડ આવા માર્ગોને આઇડેન્ટીફાય કરી ત્યાં પણ પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ હાથ ધરવામાં આવે તો મહદ અંશે અથવા એમ કહો કે ગેરકાયદેસર પ્રવૃતિમાં સંડોવાયેલા તત્વોની કમર ભાંગી જશે તેમાં કોઈ બે મત નથી. એક આકલન મુજબ ગત લોકસભાની ચૂંટણી ટાણે મધ્યપ્રદેશ સરકારે ગેજેટમાં બહાર પાડ્યું હતું કે મધ્યપ્રદેશ અને ગુજરાતને જોડતા 200 થી વધુ વૈકલ્પિક માર્ગો મધ્યપ્રદેશ સરકારે શોધી લીધા છે. તો વિચાર કરો કે મધ્યપ્રદેશની સરહદ છોટાઉદેપુર, દાહોદ જિલ્લાથી જોડાયેલી છે.તો દાહોદ પોલીસ દ્વારા આવા વૈકલ્પિક માર્ગોને પણ આઈડેન્ટિફાઇડ કરે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સારી રીતે જાળવી શકાય તેમ છે.