ઈયાશ શેખ :- સંતરામપુર
શિયાળાની ઋતુ થતા જ શાકભાજીના રોપાનું વેચાણ વધ્યું…
સંતરામપુર તા. ૩૦
સંતરામપુર તાલુકાના લીલવાસર ભૂગેડી સુખસર મોટાભાગના ગામના ખેડૂતો સંતરામપુરમાં દર વર્ષની જેમ આ વખતે પણ મંગળવારે હા ટ અને રોજ શાકભાજીના અલગ અલગ પ્રકારના રીંગણ ટામેટા મરચા ફ્લાવર વિવિધ શાકભાજીના ઉછેર કરીને બજારોમાં ખેડૂતો વેચાણ માટે સંતરામપુર આવી જતા હોય છે રોપની સિઝનમાં 50 રૂપિયા કિલો ના ભાવમાં અલગ અલગ પ્રકારના શાકભાજીનો વેચાણ કરતા કરતા હોય છે સંતરામપુર તાલુકાના ગામડાના ખેડૂતો આ રોપ લેવા માટે સંતરામપુરમાં ખરીદી કરતા હોય છે અને પોતાના ખેતરમાં આ શાકભાજીના રોપને રોપીને અલગ અલગ પ્રકારની શાકભાજી કરતા હોય છે જેમાં ખેડૂતો 50 ટકા શાકભાજી પોતાના ઘર વપરાશ માટે રાખતા હોય છે જ્યારે બીજું વધેલું શાકભાજી બજારોમાં વેચાણ કરતા હોય છે સંતરામપુર તાલુકાના ખેડૂતો નર્સિંગ પુર પાદેડી ગરાડીયા મોટાભાગના ખેડૂતો ખેતી કરતા શાકભાજી પર વધારે ધ્યાન આપતા હોય છે જેથી કરીને ઘર આંગણે જ નાની મોટી રોજગારી મળી રહે શિયાળાની મોસમમાં ખેડૂતોને સૌથી વધારે રોપનું બિયારણ વાવીને એક જ મહિનામાં રૂપ તૈયાર થાય બજારોમાં તેનું વેચાણ શરૂ થઈ જતું હોય છે આ રીતે ખેડૂતો પોતાના વતનમાં જ ઘર આંગણે નાની મોટી રોજગારી મેળવવાનો પ્રયાસ કરતા હોય છે આવી કાળજાળ મોંઘવારીમાં ખેડૂતો બજારમાં શાકભાજી ઊંચા ભાવે મળતું હોય ત્યારે પોતાના ખેતરમાં જ રોપનું વાવેતર કરીને શાકભાજીનો જાતે જ પાક કરતા હોય છે અને સારી એવી આવક મેળવતા હોય છે.