બાબુ સોલંકી :- સુખસર
આઝાદી સમયે વિરો એ પોતાના લહુ નુ સિંચન કરીને આપણા ને આઝાદી અપાવી છે: રમેશભાઈ કટારા
ફતેપુરા અને સંજેલી તાલુકા કક્ષાનો મારી “માટી મારો દેશ” નો સમાપન સમારોહ યોજાયો.
ફતેપુરા માં કળશ યાત્રા માં ધારાસભ્ય રમેશભાઈ કટારા સહિત કાર્યકર્તાઓ જોડાયા.
સુખસર ,તા.૧૯
દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર,સંજેલી તાલુકા ખાતે સાંસદ જસવંતસંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
હાલ દેશના વીરોને યાદ કરી, તેમને વંદન કરી,માન સન્માન અને શ્રદ્ધાંજલિ આપવા માટે સમગ્ર દેશમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.જે અન્વયે દાહોદ જિલ્લામાં પણ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આજે ફતેપુરા અને સંજેલી તાલુકાઓમાં તાલુકા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે સંજેલી ખાતે સાંસદ જસવંતસંહ ભાભોર તેમજ ધારાસભ્ય રમેશભાઈ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘મારી માટી મારો દેશ કાર્યક્રમ’ યોજાયો હતો.અને ફતેપુરા ખાતે ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોરની પ્રેરક ઉપસ્થિતી માં યોજાયો હતો.આ કાર્યક્રમ અન્વયે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ એ”મારી માટી મારો દેશ. માટી ને નમન,વીરો ને વંદન”બાબતે માહિતી આપી હતી.ધારાસભ્ય રમેશભાઈ કટારા એ જણાવ્યું હતું કે, આઝાદી સમયે જે વીરોએ પોતાના લહુનું સિંચન કરીને આપણને આઝાદી અપાવી છે તેવા સ્વાતંત્ર્ય વીરો તેમજ હાલ દેશની રક્ષા કરતા વિવિધ પાંખના વીર જવાનોને યાદ કરવા અને તેમનું સન્માન કરવાના એક ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની શરૂઆત કરી છે.જેના ભાગરૂપે આજે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. આપણે આપણા તાલુકાની માટી એક કળશમાં એકત્ર કરી છે.રાષ્ટ્રીય કક્ષાએ આવા કળશો એકત્ર થશે અને તે દિલ્હી ખાતે સ્મૃતિ સ્વરૂપે એનાયત કરાશે. વીરોનુ સન્માન કરવાના આ કાર્યક્રમનું સમગ્ર ફતેપુરા અને સંજેલી તાલુકા વહીવટી તંત્રએ પણ ખૂબ સારું આયોજન કર્યું છે જે માટે તેમણે વહીવટીતંત્રને અભિનંદન પાઠવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે,આપણા આ વીરોને એક દિવસ નહીં પણ કાયમ નમન અને વંદન કરીએ.નરેન્દ્રભાઈ મોદી તેમજ હાલની સરકાર આઝાદીમાં બલિદાન આપનાર વીરોને યાદ કરે છે અને તેમનું સન્માન કરે છે.
આ પ્રસંગે સાંસદ જસવંતિંહ એ જણાવ્યું હતું કે,આપણા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ભાવના સાથે અત્યારે ભારતભરમાં લોકો ગામેગામ શહીદો,નામી-અનામી વીરોને યાદ કરી તેમને વંદન કરી રહ્યા છે.આપણે દાહોદ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં કાર્યક્રમનું આયોજન કરી વીરોનું સન્માન કર્યું છે.દેશની ઉન્નતી માટે લોકો કટિબદ્ધ બને, લોકોની અંદરની રાષ્ટ્રભાવના વધુ મજબૂત બને અને દેશ એક તાંતણે બંધાય તેવા ઉમદા હેતુ સાથે સમગ્ર ભારતમાં ‘મારી માટી મારો દેશ’ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે નિવૃત્ત આર્મીઓ નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર, ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ પારગી,સંજેલી તાલુકા પંચાયત પ્રમુખ અરૂણાબેન પલાશ, સહિત કાર્યકર્તાઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.