દાહોદના આઉટસોર્સિંગ કર્મચારીઓની બાકી નીકળતી પગાર સત્વરે ચૂકવવા DDO ને આવેદન…
દાહોદ તા. ૧૯
દાહોદ જિલ્લા વિકાસ અધિકારીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા વર્ગ ૩ અને ૪ ના આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા પગાર તત્કાલીન ચૂકવવા માટે આવેદનપત્ર આપ્યું હતું જેમાં તેમને જણાવ્યું હતું કે વર્ગ ત્રણ અને ચારના કર્મચારીઓની સેવા મેનપાવર મારફતે લેવામાં આવી રહી છે નજીવું વેતન મળવા છતાં આ કર્મચારીઓને કોરોના કાળમાં પણ પોતાના જીવન જોખમે કામગીરી કરી છે એમ છતાં એમના પગારમાં સતત આ નિયમિતતાને કારણે કર્મચારીઓને જીવવા માટે દેવું કરવું પડે છે એક જ ખાતામાં કામ કરતા હોવા છતાં રેગ્યુલર કર્મચારીઓના પગાર દર માસની તારીખ 5 થી 10 તારીખ થઈ જાય તો આઉટસોર્સિંગ કર્મચારીઓને બે થી ત્રણ માર્ચ સુધી કેમ પગાર થતો નથી તે બાબતે આજે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ફરજ બજાવતા આઉટસિંગ કર્મચારીઓ વર્ગ ત્રણ અને ચારના છેલ્લા બે માસથી પગાર નહીં થતાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.