સંજેલી રાજ મહેલ રોડ પર ગટરના દુષિત પાણી રેલાતા અત્રેથી પસાર થતા શાળાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ખતરો.

Editor Dahod Live
2 Min Read

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

સંજેલી રાજ મહેલ રોડ પર ગટરના દુષિત પાણી રેલાતા અત્રેથી પસાર થતા શાળાના ભૂલકાઓના સ્વાસ્થ્યને ખતરો.

ગટરના દૂષિત પાણી વચ્ચેથી પસાર થવા વિધાર્થીઓ મજબૂર બન્યા.

સંજેલી નગરમાં અવારનવાર સાફ-સફાઈ ના અભાવના કારણે ગટરો ઉભરાઈ નદીની જેમ વહેતી થઈ.

સંજેલી તા.16

સંજેલી તાલુકામાં રાજમહેલ રોડ પંચાયત પાસે જ સાફ સફાઈ ના અભાવના કારણે ગંદી ગટર ઓવરલે થતાં ગંદા દૂષિત પાણી નદીની જેમ રોડ પર ફરી વળ્યા.

 

દાહોદ જિલ્લામાં સાફ-સફાઈને લઈ તંત્ર દ્વારા અભિયાન ચાલુ કરી દેવામાં આવી છે ત્યારે સંજેલી નગરમાં સાફ-સફાઈના અભાવના કારણે ગંદી ગટારો ઓવરફ્લો થઈ નદીની જેમ ગંદા પાણી રોડ પર વહેતા થયા અને સંતરામપુર રોડ સહિત ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અનેકવાર સાફ-સફાઈ ને લઇ રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની સાફ સફાઈને લઇ યોગ્ય પગલાં ભરવામાં આવતા નથી તંત્ર દ્વારા કોઈપણ જાતનું ધ્યાન પણ આપવામાં આવતું નથી. સંજેલી બસ સ્ટેન્ડ અને સંતરામપુર રોડ ને જોડતો મુખ્ય રસ્તો અને સંજેલી ની પ્રાથમિક શાળા તેમજ પ્રખ્યાત ડોક્ટર શિલ્પન આર જોષી

હાઈસ્કુલ પર આ રોડ પરથી રોજના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પ્રાથમિક શાળામાં જતા નાના ભૂલકાઓ આ ગંદકી વાળા રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા. શાળાના નાના ભૂલકાઓ ગંદા પાણીમાં પસાર થતા સ્વાસ્થ્યને ખતરો તેમજ રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારી બાબુઓ અને નેતાઓ પણ આ રસ્તા પર અનેકવાર આવતા જતા હોય છે ત્યારે તંત્ર દ્વારા કેમ ધ્યાન આપવામાં આવતું નથી તંત્ર આંખ આડા કાન કરી રહીયુ હોય તેમ લાગી રહ્યું છે. આ ગંદકીને લઈ શાળાના આચાર્ય દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મોખિત રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. સંજેલી પંચાયત તંત્ર સાફ સફાઈ મા ધ્યાન ના આપતા રોગચાળો ફાટી નીકળવાની દહેજત આ ગંદી ગટરો વારંવાર ઉભરાવાના કારણે મુસાફરો સહિત વિદ્યાર્થીઓને ભારે હલાકી વેઠવી પડે છે આ ગંદકીના દૂષિત પાણી રોડ પર નદીની જેમ વહેતા થયા પણ તંત્ર દ્વારા ગટરની યોગ્ય સાફ-સફાઈ કરવામાં આવતી નથી તંત્ર રોગચાળાને આમંત્રણ આપી રહીયુ તેમ લાગી રહ્યું છે.

Share This Article