Friday, 22/11/2024
Dark Mode

સંજેલી:દાહોદ – મહીસાગર જિલ્લાની સરહદને જોડતી ચેકપોસ્ટ પર નિવૃત જવાનો તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ જારી

સંજેલી:દાહોદ – મહીસાગર જિલ્લાની સરહદને જોડતી ચેકપોસ્ટ પર નિવૃત જવાનો તેમજ આરોગ્ય કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ જારી

   કપિલ સાધુ @ સંજેલી    

સંજેલી તાલુકા ની સરહદો પર જવાનો તેમજ આરોગ્ય કર્મચારીઓ ની સઘન ચેકીંગ જારી

સંજેલી તા.12

હાલમાં  કોરોના વાઇરસની મહામારીને લઇ ને દેશમાં ત્રીજા તબ્બકાનું લોક ડાઉન કરી દેવામાં આવ્યું છે.ત્યારે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના દાહોદ – મહીસાગર જિલ્લાની સરહદને જોડતી લવારા ચેકપોસ્ટ પર સઘન ચેકીંગ કરવામા આવી  રહયુ છે .લવારા ચેક પોસ્ટ ઉપર માજી સૈનિક બારીયા કલ્પેશભાઈ લીમસિંગભાઈ તમેજ આમલિયાર અમૃતભાઈ મલજી ભાઈ અને આરોગ્ય સ્ટાફ ,, જી.આર.ડી જવાનો દ્વારા આવતા જતા વાહનો રોકી તેમની હિસ્ટ્રી લેવામાં આવી રહી છે. તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ પણ કરવામાં આવી રહી છે . દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની અન્ય જિલ્લા ને જોડતી બોર્ડરો ઉપર સંજેલી તાલુકાના માજી સૈનિકો પોતે દેશની સરહદો પર ફરજ નિભાવીને નિવૃત થયા પછી પણ હાલ કોરોના જેવી મહામારીમાં હવે પોતાના તાલુકામા પણ નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે.

error: Content is protected !!