કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં સવા બે ઇંચ વરસાદ,કબૂતરી ડેમ ઓવરફ્લો થયો
સિંગવડમાં ભમરેચી માતાના મંદિરે આવતો રસ્તો ભારે વરસાદના કારણે પાણી ફરી વળતા બંધ કરાયો..
સીંગવડ તા.17
સિંગવડ તાલુકામાં ઘણા લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થતા વરસાદ અને વાવાઝોડાના લીધે પીપલોદ થી રણધીપુર રોડ પર ઝાડો પડી જતાં પોલીસ તંત્ર તથા ફોરેસ્ટ તંત્ર દ્વારા ઝાડો હટાવવાની કામગીરી કરીને આ રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો હતો આ સાથે જ્યારે પોલીસ તંત્ર મામલતદાર ઓફિસ તાલુકા વિકાસ અધિકારી ફોરેસ્ટ ઓફિસ તલાટી કમ મંત્રી સરપંચ અને તમામને સરકારી તંત્ર દ્વારા ગામોમાં પાણી ભરાય તથા કોઈપણ જાતની નુકસાની ન થાય તેના ઉપર નજર રાખવામાં જણાવવામાં આવ્યું હતું જ્યારે સીંગવડ ની ભમરેજી માતાની કબુતર નદી ઉપર વધારે પાણી આવતા રસ્તાને બંધ કરી દેવામાં આવતા ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે કબુતરી ડેમ પણ ઓવરફ્લો થતાં તેના આજુબાજુના ગામ ચુંદડી વાલાગોટ સાકરીયા ભાણપુર મેથાણ વંદેલી વગેરે ગામના લોકોને હાઈએલર્ટ કરવા માં આવ્યા હતા જ્યારે તલાટી કમ મંત્રીઓ તથા પોલીસ તંત્ર મામલતદાર ઓફિસ સ્ટાફ તથા તાલુકા ઓફિસ સ્ટાફ દ્વારા બધા જ ગામોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ ગામોના તલાટી કમ મંત્રી તથા સરપંચો સાથે સંપર્ક બનાવી રાખવામાં આવ્યો છે જ્યારે ગામના લોકોને પણ હાઈએલર્ટ રહેવા જણાવવામાં આવ્યું છે જ્યારે સાજે 4:00 વાગ્યા સુધીમાં 55 M. M પાણી સિંગવડ તાલુકામાં પડ્યો હતો જ્યારે સીંગવડ ગામમાં નીચવાસ બજારમાં વધારે પાણી ભરાઈ જતા લોકોના ઘરમાં પાણી ઘૂસે તેના પહેલા સરકારી તંત્ર દ્વારા પાણીના નિકાલ કરાવવામાં આવ્યો હતો અને પાણી ઘરમાં ઘુસ્તા અટકાવ્યા હતા જ્યારે રણધીપુર પોલીસ પણ આ હાઈએલર્ટ વાળા ગામો સાથે સંપર્ક બનાવીને છે તથા કબૂતરી ડેમ પર પણ ચાપતી નજર રાખવામાં આવી રહી છે.