ગરબાડાની સરકારી વિનયન કૉલેજ નવા ફળીયા સહિત જુદી-જુદી શાળામાં વનવિભાગ તેમજ રેસ્ક્યુ ટીમનો સ્નેક અવરનેશ કાર્યક્રમ યોજાયો…

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી ગરબાડા 

ગરબાડાની સરકારી વિનયન કૉલેજ નવા ફળીયા સહિત જુદી-જુદી શાળામાં વનવિભાગ તેમજ રેસ્ક્યુ ટીમનો સ્નેક અવરનેશ કાર્યક્રમ યોજાયો…

ગરબાડા તા 2

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાની સરકારી વિનયન કોલેજ નવાફલિયા તેમજ જુદી જુદી શાળામાં વનવિભાગ તેમજ રેસ્ક્યુ ટીમનો સ્નેક અવરનેશ કાર્યક્રમ યોજાયો જે કાર્યક્રમમાં ગરબાડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) એમ એલ બારીયા સહિત ગરબાડા સ્નેક રેસ્ક્યું ટીમ તેમજ ઓલ એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને જુદા જુદા સાપો બતાવી તેઓને સાપો વિશે માહિતી આપી અવગત કરવામાં આવ્યા હતા જેમાં ગરબાડા વન વિભાગના આર.એફ.ઓ. એમ.એલ બારીયા દ્વારા બાળકોને જુદા જુદા સાપો વિશે માહિતી આપી અને સાપ જોવા મળે તો શું કરવું અને શું ના કરવું તેમજ સાપ કરડે ત્યારે દવાખાને લઈ જવું જેવી સંપૂર્ણ માહિતી શાળા કોલેજના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.

Share This Article