લીમખેડાના નાની વાવ શાળાની શિક્ષિકાની બદલીના સમાચાર મળતા જ બાલિકાઓ નિ:શબ્દ, બાલિકાઓના ચોધાર આંસુથી ચારે કોર ગમગીની
દાહોદ તા.01
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની વાવ ગામમા એક શિક્ષિકા લાંબા સમયથી ફરજ બજાવતા હતા. તેઓની બદલી તેમના વતન તરફ થઈ ગઈ હોવાની જાણ શાળાની બાલિકાઓને થતાં જાણે તેમનુ કોઈ સ્વજન તેમને નોધારા મૂકીને જતા રહેવાના હોય તેવી
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના નાની વાવ ગામમા એક શિક્ષિકા લાંબા સમયથી ફરજ બજાવતા હતા. તેઓની બદલી તેમના વતન તરફ થઈ ગઈ હોવાની જાણ શાળાની બાલિકાઓને થતાં જાણે તેમનુ કોઈ સ્વજન તેમને નોધારા મૂકીને જતા રહેવાના હોય તેવી ગમગીની છવાઈ ગઈ હતી. એકે એક બાલિકા ચોધાર આંસુએ રડી રહી છે. લાખ મનાવવા છતા કોઈના આંસુ રોકાતા ન હતા.ત્યારે પ્રેમ અને લાગણી ક્યારે કોની સાથે બંધાઈ જાય તેનો કોઈ સમય કે ચોઘડિયા હોતા નથી અને તેને કોઈ કમૂરતા નડતા નથી. તેમાયે બાળકોને તો કોઈની પણ સાથે મમત્વ થઈ જાય છે કારણ કે તે નિ:સ્વાર્થ હોય છે. બાળપણમાં માતા પિતા પછી કોઈ ત્રીજુ વ્યક્તિ હોય છે કે જે બાળકની માવજત કરે છે અને બાળક સાથે સૌથી વધુ સમય વિતાવે છે. ત્યારે દાહોદ જેવા જિલ્લામા ગરીબ બાળકોને શિક્ષકોનો જે પ્રેમ અને હુંફ સરકારી શાળાઓમા મળે છે તે નગરો, મહાનગરોની “ફાઈવ સ્ટાર” ખાનગી શાળાઓમા દુર્લભ હોય છે.જોકે શાળાની બાલિકાઓને જાણ થઈ કે દિક્ષાબેનની બદલી થઈ ગઈ છે અને તે હવે તેમને છોડીને ચાલ્યા જવાના છે ત્યારે જાણે કે તેમના માથે આભ તૂટી પડ્યુ. તમામ બાલિકાઓ ચોધાર આંસુએ રડવા લાગી અને સો કોઈ નિ:શબ્દ થઈ ગયા. કોણ કોને સાચવે તેવી સ્થિતિનું સર્જાઈ ત્યારે દિક્ષાબેને તેમના મનામણાં કરવા પડ્યા તેમ છતા કોઈ માનવા તૈયાર ન હતું. આમ ગુરુની ગરિમા અને માતા તુલ્ય પ્રેમ તેમજ બાળકોને થઈ જતી નિ:સ્વાર્થ મમતા માટે કોઈ માપ દંડ હોતા નથી તે આ ઘટનાથી આપોઆપ પુરવાર થયુ છે.