સિંગવડમાં નાની સંજેલી થી લીમખેડા વચ્ચે ચાલતી મોડલ સ્કૂલની બસમાં કંડકટર ફાળવવાની માંગ ઉઠી…
નાની સંજેલીથી લીમખેડા ચાલતી મોર્ડન સ્કૂલમાં 84 થી વધારે વિદ્યાર્થીઓ બેસીને જતા હોય તો તેમાં કંડકટર આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ..
લીમખેડા મોડલ સ્કૂલમાં નાની સંજેલીથી લીમખેડા ચાલતી ડ્રાઇવર કમ કન્ડક્ટર વાળી મીની બસમાં વિદ્યાર્થીઓ 84 થી વધારે બેસતા હોય છે જ્યારે આ મોડલ સ્કૂલ ની બસમાં કંડકટર નહીં હોવાના લીધે આ બસમાં કંડકટરનું કામ ડ્રાઇવરને કરવું પડતું હોય છે જ્યારે આ ડ્રાઇવર બસમાં બેસતા વિદ્યાર્થીઓના પાસ ચેક કરવા ઉભો રહે તો તેને પાસ ચેક કરવા એક કલાક જેવો થાય તો તે બસ સ્કૂલમાં કેટલા વાગે પહોંચે તે એક ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ મોડલ સ્કૂલની બસમાં કંડકટર નહીં હોવાના લીધે વિદ્યાર્થીઓ બસની કેપી સીટી કરતાં વધારે હોવાના લીધે આ બસમાં કંડકટર આપવામાં આવે તો તે બસમાં વિદ્યાર્થીના પાસ પણ ચેક કરીને વિદ્યાર્થીઓનું ધ્યાન પણ રાખી શકે તેમ છે જ્યારે આ બસમાં વધારે વિદ્યાર્થીઓ આવતા હોય તેના લીધે કંડકટર તેનુ કામ કરી શકે તેમ ન હોવાના લીધે આ બસમાં કંડકટર આપવામાં આવે તેવી વાલીઓની માંગ છે જ્યારે મોડલ સ્કૂલમાં થોડા સમય પહેલા એક વિદ્યાર્થીની પાસે પાસ હતો પરંતુ દેખાડવામાં થોડીક વાત કરાતા રૂપિયા 340 ડ્રાઇવર પાસે વસૂલ કરવામાં આવ્યા હતા ત્યારે તે વિદ્યાર્થીની પરિસ્થિતિ ગરીબ હોય તેના માતા પિતા નહીં હોવાના લીધે તે વિદ્યાર્થીઓને પાસે પાસ પણ નીકળ્યો પરંતુ લેટ આપતા તે ડ્રાઇવર પાસે રૂપિયા 340 લેવામાં આવ્યા હતા જ્યારે આ ડ્રાઇવર બસ ઉભી રાખીને સ્કૂલ માંથી આવતા પાસ ચેક કરે તો તે વિદ્યાર્થીઓ ઘરે કેટલા વાગે આવે માટે આ મોડલ સ્કૂલમાં કંડકટર આપવામાં આવે તેવી વાલીઓની માંગ છે.