Friday, 22/11/2024
Dark Mode

ગરબાડાની છ ગ્રામ પંચાયતમાં ૧૫ હજાર જેટલા માસ્કનું વિતરણ કરાયું

ગરબાડાની છ ગ્રામ પંચાયતમાં ૧૫ હજાર જેટલા માસ્કનું વિતરણ કરાયું

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડાની છ ગ્રામ પંચાયતમાં ૧૫ હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું,ગરબાડામાં માસ્ક નહી પહેરનાર તેમજ જીવન જરૂરિયાત સિવાયની દુકાનો ખોલનાર પાસેથી ત્રણ હજાર પાંચસોં રૂપિયા જેટલો દંડ વસૂલાયો.

ગરબાડા તા.20

ગરબાડાની છ ગ્રામ પંચાયતોમાં અગાઉ ૧૫ હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.સાથે સાથે નગરમાં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે જે કોઈ પણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર જોવા મળશે તો તેની પાસે દંડ વસૂલ કરવામાં આવશે જેના ભાગરૂપે ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા માસ્ક ન પહેરનાર તેમજ જીવન જરૂીયાતની સિવાયની દુકાનો ખોલનારા પાસે રૂ ૪૩૫૦ જેટલો દંડ વસૂલવામાં આવ્યો. આવ્યો હતો
ગરબાડા તાલુકાના ભીલવા ગામે રહેતા ઇસમ કોરોના પોઝિટિવ આવ્યા પછી ગરબાડામાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે . ગભરાટના માર્યા સ્વયંભૂ કરફ્યુ જેવો માહોલ સર્જાવા પામ્યો છે.ત્યારે ચોકી ઊઠેલા તંત્રે પણ પગલા લેવાનું શરૂ કર્યું છે.ગરબાડાની છ જેટલી ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યો દ્વારા 15 હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં ભીલવા ગામે ત્રણ હજાર ગુગરડી ત્રણ હજાર ગરબાડા ગામમાં ચાર હજાર નવા ફળિયામાં બારસો ખારવા ગામે પંદરસો અને ભીલોઈ ગામે એક હજાર પાંચસોં જેટલા માસ્કનુ યુદ્ધના ધોરણે વિતરણ કરવામાં આવ્યું હતું.તથા તમામ લોકોને લોક ડાઉનના કડક નિયમોનું પાલન કરવા તથા ફરજિયાત પણે માસ્ક પહેરવા માટે સમજાવવામાં આવ્યા હતા તેમ છતાં લોકો પોતાની મનમાની પ્રમાણે નું વર્તન કરતા સોમવારના રોજ ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા આવા તત્વો પાસેથી રૂપિયા 3500જેટલા દંડ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ આવનારા સમયમાં આ દંડની રકમ વધારો પણ કરવામાં આવશે.

error: Content is protected !!