કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા આમઆદમી પાર્ટી દ્વારા યુનિફોર્મ સિવિલ કોડના વિરોધમાં સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવ્યું..
સિંગવડ તા.૧૪
સિંગવડ તાલુકા આમ આદમી પાર્ટી તથા દાહોદ લોકસભા ના ઇન્ચાર્જ નરેશભાઈ બારીયા અને કાર્યકર્તાઓ સાથે સવારે 12:00 કલાકે સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ના કરવા બાબતે આમ આદમી પાર્ટી સંગઠનના હોદ્દેદારો દ્વારા દેશના અનુસૂચિત જનજાતિ ના આદિવાસી પરના યુસીસી લાગુ ના કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં સિંગવડ આપના પ્રમુખ પ્રવીણભાઈ ડામોર દાહોદ સોશિયલ મીડિયા પ્રમુખ કિરણભાઈ તેમજ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા