કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકામાં ગેસની એજન્સી ફાળવવા ગેસ ધારકોની માંગ …
સિંગવડ તા.૧૪
સિંગવડ તાલુકો બન્યો ને સાત વર્ષ જેવા થવા આવ્યા છતાં હજુ ઘણી સુવિધાથી વંચિત હોય જેમાં ગેસ એજન્સીઓ પણ આવી જતા જે ઇન્ડિયન ગેસની એજન્સી સિંગવડમાં આપવામાં આવે તો ગેસ ગ્રાહકોને ભાડાના રૂપિયા 40 થી 50 માંથી છૂટ મળી શકે અને તેમને વધારાના ભાડાના રૂપિયા ચૂકવવાના પડે જ્યારે આ ઇન્ડિયન ગેસ લીમખેડાથી આપવામાં આવતો હોય છે ભારત ગેસ દાહોદ થી આપવામાં આવે છે અને એચપી ગેસ મોરવા હડપ તાલુકામાંથી આપવામાં આવતા હોય છે જેમાં ગેસના ગ્રાહકોના ગેસના બોટલ પાછળ 40 થી 50 રૂપિયા ભાડાના ચૂકવવા પડતા હોય છે ગેસની એજન્સીઓ સિંગવડ તાલુકામાં આપવામાં આવે તો ગેસ ધારકોને ટાઈમથી બોટલો મળી શકે અને તેમને છેક લીમખેડા સુધી લેવા કોઈક વખત લાંબુ નહીં થવું પડે જ્યારે આ ગેસ ધારકોને રૂપિયા 40 થી 50 નો પણ ફાયદો થઈ શકે તેમ અને તેમને જ્યારે જોઇએ ત્યારે અહીંયાથી મળી શકે માટે સિંગવડ તાલુકાના ગેસ ગ્રાહકોની માંગ છે કે સિંગવડ તાલુકામાં ગેસની એજન્સી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.