Friday, 27/12/2024
Dark Mode

દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ પોલીસ નો છાપો ૧૫ જુગારી ઝડપાયા.

July 6, 2023
        456
દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ પોલીસ નો છાપો ૧૫ જુગારી ઝડપાયા.

ઇરફાન મકરાણી :- દે. બારીયા

દેવગઢ બારીયા તાલુકાના પીપલોદ ગામે ચાલતા જુગારધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ પોલીસ નો છાપો ૧૫ જુગારી ઝડપાયા.

પીપલોદ તેમજ દેવગઢબારિયા નગર જુગાર ધામ માટેનું એપી સેન્ટર.

અગાઉ પણ સ્થાનિક પોલીસથી લઈને સ્ટેટ વિજિલન્સ સુધીની પોલીસે અનેકવાર જુગારધામ ઉપર રેડ કરી છે 

પીપલોદ તેમજ દેવગઢ બારીયાના જુગાર ધામ માં મોટા માથા ની સંડોવણી હોય તેમ.

વિજિલન્સ ની રેડમાં ૧૫ જુગારી ૨૪,૭૧૦ ની રોકડ રકમ સાથે ઝડપાયાં.

દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે જાહેરમાં ખુલ્લી જગ્યામાં મોટા પાયે રમાતા જુગાર ધામ પર ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈજવા પામ્યાં હતાં. પોલીસે ૧૫ જુગારીઓને ઝડપી પાડી દાવ પરથી તેમજ અંગઝડતીમાંથી કુલ રોકડા રૂપીયા ૨૪,૭૧૦ની રોકડ રકમ સાથે ૧૧ મોબાઈલ ફોન અને ૦૬ વાહનો મળી પોલીસે કુલ રૂા. ૨,૦૨,૫૧૦નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર ડમ્પીંગ યાર્ડની પાછળના ભાગે બે દિવસ પહેલાં ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે જુગાર ધામ પર દરોડો પાડી ૧૫ જુગારીઓને ઝડપી પાડી ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો ત્યારે આ બનાવમાં દાહોદ સ્થાનીક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી ત્યારે આવોજ એક બનાવ દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે બનવા પામ્યો છે જેમાં ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો જેમાં ગતરોજ ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમને મળેલ બાતમીના આધારે પીપલોદ નગરમાં ભુત ફળિયામાં ખુલ્લા ખેતર પાસે જાહેરમાં ખુલ્લા છાપરામાં મોટા પાયે જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો મારતાં જુગાર રમી રહેલ જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં જેમાં પોલીસે ૧૫ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જેમાં સતીષ દાઉદપાલ અગ્રવાલ, ગોવિંદભાઈ પ્રતાપભાઈ પટેલ, ભુપેન્દ્ર ચેતનભાઈ બનોઘા, નરેશ ભરતસિંહ ઠાકોર, શબ્બીર હુસેનભાઈ ચન્કી, ભગવાનભાઈ ભવાનીશંકર શર્મા, અભેસિંગ ભુદરાભાઈ પટેલ, બાબુભાઈ સબુરભાઈ ડામોર, પ્રવિણભાઈ અભેસિંગ બારીયા, અર્જુનસિંહ જવરસિંગ બારીયા, ગણપત બકુલભાઈ પટેલ, કમલેશ નરસિંગભાઈ પટેલ, રૂચીરામ (રાજુ) ચેલારામ નથવાણી, મહેશભાઈ પીરૂમલ સોલંકી અને વિશાલભાઈ બાબુભાઈ ભરવાડને પોલીસે ઝડપી પાડ્યાં હતાં ત્યારે એક જુગારી પોલીસને ચકમો આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે દાવ પરથી તેમજ ઝડપાયેલ જુગારીઓની અંગઝડતીમાંથી રોકડા રૂપીયા ૨૪,૭૧૦ ની રોકડ સાથે ૧૧ મોબાઈલ ફોન તેમજ ૦૬ વાહનો મળી કુલ રૂા. ૨,૦૨,૫૧૦નો મુદ્દામાલ કબજે કર્યાે હતો.

આ સંબંધે ગાંધીનગરની સ્ટેટ વીજીલન્સની ટીમે સ્થાનીક પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે આ સંબંધે ઉપરોક્ત તમામ જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બોક્ષ. દેવગઢ બારીયા તાલુકા નો પીપલોદ અને બારીયા નગર એ જુગારધામ માટેનું એપી સેન્ટર સમાન કહેવાય છે અહીં ચાલતા જુગારધામો ઉપર દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર ,મહીસાગર ,આણંદ ,વડોદરા, જેવા જિલ્લામાંથી જુગાર રમવા મોટી સંખ્યામાં જુગારીઓ આવતા હોય છે. ત્યારે પીપલોદ ગામે સ્ટેટ વિજિલન્સ દ્વારા ઝડપી પાડવામાં આવેલા જુગારધામમાં મોટા માથાની સંડોવણી હોય હોય તેવું સ્થાનિક લોકોમાં ચર્ચા રહ્યું છે .

*સ્થાનિક ડી સ્ટાફ તેમજ એલસીબીની કામગીરી વચ્ચે પણ જુગારધામ ધમધમતા જવાબદાર પોલીસને સજા થવી જોઈએ.*

સ્ટેટ વિજિલન્સના દરોડાથી સ્થાનિક પોલીસનો ભોગ લેવાય છે.ત્યારે ખરેખર એલ.સી.બીના તેમજ ડી સ્ટાફના પોલીસ કર્મીઓને અલગ અલગ વિસ્તાર સોંપવામાં આવતો હોય છે ત્યારે તેઓ દ્વારા ખાલીને ખાલી વહીવટ કરવામાં આવતો હોય તેમ જોવાઈ રહ્યું છે.ત્યારે તેવા કર્મીઓ સામે પણ પગલાં લેવા જોઈએ કે કેમ જેવા પણ સ્થાનિક પોલીસ બેડા મા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે

*આટલા મોટા જુગારધામમાં માત્ર 24 હજારની રકમ મળતા આશ્ચર્ય..?*

પીપલોદ ગામના જુગાર ગામ ઉપરથી ૧૫ જુગારી ઝડપાયા અને તેમની પાસેથી ૨૪ હજારની જ રોકડ રકમ ઝડપાઈ તે અહીંના અગાઉના ઝડપાયેલ જુગાર ધામ ને જોતા શંકા ઉપજાવે તેમ જોવાઇ રહ્યુ છે તો શું ખરેખર આ જુગારધામમાં ૧૫ જેટલા જુગારીઓ પાસેથી આટલી જ રકમ મળી હશે ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!