સિંગવડ ગામમાં મધરાતે ચોર ટ્રાટકતા ત્રણ થી ચાર મકાનના તાળાં તૂટયાં

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ સિંગવડ તા.27

 

સિંગવડ ગામમાં મધરાતે ચોર ટ્રાટકતા ત્રણ થી ચાર મકાનના તાળાં તૂટયાં

પ્રતિનિધિ. સિંગવડ

સિંગવડ એસ આર ભાભોર આર્ટસ કોલેજ ની પાછળ અને દાસા જવાના રસ્તા ઉપર આઈ.ટી.આઈ માં નોકરી કરતા જવરશીભાઈ બિલવાલ ના ઘરે રાત્રિના સમયે કોઈ ઘરે નહિ હોવાથી તેનો તકનો લાભ લઈ ઘરના તાળા તોડી નાખી ઘરમાં ઘૂસી જતા રૂપિયા 50000 રોકડા ચાંદી અઢીસો ગ્રામ કેમેરો એક છોકરાના બે ગલ્લા તેમાં અંદાજ રૂપિયા 10,000 જેટલા ચોરી કરી ચોરો નાસી છૂટવા હતા જ્યારે તે જ રાત્રે ચુંદડી રોડ પર લક્ષ્મી નગર સોસાયટી માં રણધીપુર પીએસઆઇ એમ એમ માળી તથા બે શિક્ષકના ઘરે પણ તાળા તોડવામાં આવ્યા હતા જ્યારે આ ઘરો માંથી કહી મળ્યો નહોતું જ્યારે રણધીપુર પીએસઆઇએમ.એમ. માળી ટ્રેનિંગમાં હોવાથી તેમના ઘરે કોઈ ન હોવાથી વોચ રાખીને ચોરો દ્વારા આ તાળા તોડવામાં આવ્યા હતા ત્યારે આ ચોરીનો સીલસીલો થોડા સમય માટે બંધ થઈ ગયો હતો હવે ચોમાસુ આવવાની સાથે આ ચોરો દ્વારા ફરી માથું ઊંચકવામાં આવ્યું હોય જ્યારે આ લક્ષ્મી નગરમાં ઘણી વખત ચોરીઓ થઈ ચૂકી હોવા છતાં ચોરો નો આજ સુધી પકડમાં આવ્યા નહીં હોવાથી રણધીપુર પોલીસ સામે એક ચેલેન્જ થવા પામી કે જ્યારે રણધીપુર પોલીસ દ્વારા આ ચોરીનો ભેદ ઉકેલા સે ખરી તે ચર્ચા નો વિષય બનવા પામ્યો છે જ્યારે રણધીપુર પોલીસ દ્વારા ચોરીની ફરિયાદ લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી

Share This Article