રાહુલ ગારી ગરબાડા
ભાણપુર ખાતેથી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરને ઝડપી પાડ્યો, બુટલેગરોમાં ફફડાટ વ્યાપ્યો
પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત બે ઇસમોને ઝડપી કાર્યવાહી હાથ ધરી,
ધાનપુર તા. ૧૪
ધાનપુર તાલુકાના ભાણપુર ગામેથી મકાનમાંથી પોલીસે રૂ. 56 હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ધાનપુર PSIને ખાનગી રાહે બાતમી મળી હતી કે ભાણપુર ખાતેથી પોલીસે આરોપી લખિયાભાઈ નાયક, સુરેશ પરમાર નામના ઈસમોએ પોતાના રહેણાંક માં વિદેશી દારૂ ઉતાર્યો હોવાની બાતમી મળી હતી પોલીસે બાતમીના આધારે રેડ પાડી પાડી હતી રેડ દરમિયાન પોલીસે રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની ટીન બિયર થતા ક્વાર્ટર બોટલ 240 મળી સહિત મોટર સાઇકલ સાથે કુલ કિંમત રૂપિયા 56,928ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી