વિપુલ જોષી @ ગરબાડા
ગરબાડા તાલુકાના વડવા ખજુરીયામાં સાત વર્ષ પહેલા થયેલ હત્યાની અદાવતમાં ધીંગાણું તીરકામઠું ફાયરિંગ કરતા એકનું મોત:ત્રણથી વધુ વ્યક્તિઓને ઇજાઓ, કુલ છ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ, ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો મરણ જનાર ને કુલ સાત સંતાનો,
ગરબાડા તા.07
ગરબાડા તાલુકાના આમલી ખજુરીયા ગામે ૨૦૧૩ ના અંગત અદાવત ના ઝગડા માં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું જેનો બદલો લેવા માટે આંબલી ખજુરીયા ગામમાં આવેલ વડવા ગામના એક યુવાનને ૬ જેટલા હથિયાર ધારી ઈસમોએ ગામમાં ધિંગાણુ મચાવી તીરકામઠા, બંદુક, લાકડીઓ વડે ઘસી આવી તીરકામઠામાંથી તીર છોડી ત્રણ જેટલા વ્યક્તિ ઓને ઈજા પહોંચાડી તથા એકે બંદુકમાંથી ફાયરીંગ કરી એકેને મોતને ઘાટ ઉતાર્યાની ઘટનાને પગલે દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બીજી તરફ આ ઘટનાની જાણ દાહોદ જિલ્લાના ઉચ્ચ પોલિસ અધિકારીઓને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો જ્યા મૃતકને પીએમ માટે દાહોદ સીવીલ ખાતે ખસેડ્યા બાદ આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,
ગરબાડા તાલુકાના વડવા ગામે કટારા ફળિયામાં રહેતા નગરા ભાઈ વનાભાઈ કટારા કે જેવો ના લગ્ન વરમખેડા ગામે ઝુમલી બેન સાથે થયા હતા.લગ્ન દરમિયાન તેઓને ચાર છોકરીઓ અને ત્રણ છોકરાઓ થયા હતા તા.07.04.2020 ના સાત સંતાનોના પિતા નગરા ભાઈ સવારના આઠેક વાગે આંબલી ખજુરીયા ગામે પોતાની ફોઈ કનાબેનના ઘરે પૈસા લેવા જવા માટે પગપાળા નીકળ્યા હતા.તે દરમિયાન રસ્તામાં મીનામા ફળિયામાં ઝઘડો ચાલતો હતો.જેથી નગરાભાઇ ખાડા ફળિયામાં ગોપસિંહ પલાસના ઘરે રોકાઈ ગયા હતા.તે વેળા સાડા દસેક વાગ્યાના અરસામાં ખજુરિયા ગામના દિલીપભાઈ નવલાભાઈ પલાસ, મોતીભાઈ જારસીંગભાઈ પલાસ,મુકેશબાઈ ધીરીયાભાઈ પલાસ,જવલાભાઈ કુબેરભાઈ પલાસ,નરેશબાઈ મસુલભાઈ મીનામા અને દિનેશભાઈ મસુલભાઈ મીનામાનાઓએ તીરકામઠા, બંદુક વિગેરે લઈ ગામમાં આવ્યા હતા.અને ૨૦૧૩ માં થયેલ ઝઘડામાં વિનુભાઈ મથુરભાઈ પલાસનું મૃત્યુ થયું હતું.જેની અદાવત રાખી વિનુ ભાવલાભાઈ પલાસ તથા પપ્પુ બાવલા પલાસ ઘરો બાજુ આ ટોળુ આવી ધમાલ મચાવી રહ્યું હતુ.અને ઘરના માણસોને લાકડી તથા તીરકામઠા વડે માર મારી વિનુભાઈ ભાવલાભાઈ પલાસ તથા પપ્પુભાઈ ભાવલાભાઈ પલાસ તથા બીજા એક વ્યક્તિ ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બીજી તરફ નગરા કટારા ગોપસિંહ પલાસના ઘર આગળ ઢાળિયા નીચે ખાટલામાં બેઠો હતો તે વેળા દિલીપ નવલા પલાસે તેની પાસેની બંદુક વડે ફાયરીંગ કરતાં નગરાભાઈ વસનાભાઈ કટારા કટારાને બંદુકના છરા શરીરે વાગતા ગંભીર ઈજા પહોંચાડી હતી અને નગરાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ બાદ ઉપરોક્ત ૬ જણાનું હથિયાર ધારી ટોળુ ફરાર થઈ ગયું હતુ.