દેવગઢ બારીઆ તાલુકામાં બે વર્ષ અગાઉ પત્ની સાથે આડા સંબંધની શંકાએ એક વ્યક્તિની હત્યા કરનારને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી
દાહોદ તા.17
દાહોદ જિલ્લાની લીમખેડા કોર્ટ દ્વારા હત્યાના આરોપીને 7 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવાનો હુકમ કરાતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર આરોપી વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે એકને જાનથી મારી નાંખવા બાબતનો ગુનો દાખલ થયો હતો.
દાહોદ જિલ્લાની લીમખેડા કોર્ટ દ્વારા હત્યાના આરોપીને 7 વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ ફટકારવાનો હુકમ કરાતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર આરોપી વિરૂધ્ધ દેવગઢ બારીઆ પોલીસ મથકે એકને જાનથી મારી નાંખવા બાબતનો ગુનો દાખલ થયો હતો.ગત તા.21/5/21ના રોજ પ્રવિણભાઈ દોપસીંગભાઈ પટેલે (રહે. ભુવાલ, ચારી ફળિયું, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) પોતાના ગામમાં રહેતાં બુધાભાઈ મગનભાઈ પટેલને પોતાની પત્નિ સાથેના આડા સંબંધના વહેમમાં પ્રવિણભાઈએ બુધાભાઈને ધારદાર હથિયાર વડે ગળાના ભાગે મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી દેતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ મામલે મૃતક બુધાભાઈના પિતા મગનભાઈ ભુરાભાઈ પટેલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી અને આરોપી પ્રવિણભાઈની પોલીસે અટકાયત કરી જેલ ભેગો કર્યો હતો. પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હતી અને આરોપી પ્રવિણભાઈની પોલીસે અટકાયત કરી જેલ ભેગો કર્યો હતો.
લીમખેડા કોર્ટે વધુ એક ઐતિહાસિક ચુકાદો આપ્યો
આ સમગ્ર મામલો લીમખેડાની એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ચાલી જતાં આજરોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો. આરોપી પ્રવિણભાઈને 7 વર્ષની સજા અને 10હજાર રૂપીયાનો દંડ ફટકારવાનો હુકમ કરવામા આવ્યો હતો. લીમખેડા કોર્ટ દ્વારા અગાઉ પણ ઘણા ઐતિહાસિક ચુકાદા આપવામાં આવ્યાં હતાં.