રાજેશ વસાવે દાહોદ
દાહોદ જિલ્લામાં ચાર જુદા-જુદા સ્થળે ટુ વ્હીલર પર વિદેશી દારુ લાવતા ચાર બુટલેગર ઝડપાયા..
દાહોદ તાલુકાના વિસ્તારમાંથી બે સ્થળે તેમજ દેવગઢ બારીયાના વડભેટ તથા ઝાલોદ તાલુકાના નાનસલાઈમાંથી પોલીસે દારૂ ઝડપ્યો..
દાહોદ તા.16
દાહોદ તાલુકાના ગલાલીયાવાડથી દારૂ લઇને આવતાં બે એવીયેટર સવારને પોલીસે ઝડપી પાડ્યા હતા. 38,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગલાલીયાવાડના બે સામે દાહોદ બી ડિવીઝન પોલીસે ગુનો દાખલ કર્યો હતો.તેવી જ રીતે દેવગઢ બારીઆના વડભેટ અને ઝાલોદના નાનસલાઈમાથી પણ પોલીસે વિદેશી દારુ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાઈક પર દારુ લાવતા બે ઝડપી લેવાયા દાહોદ બી ડિવીઝન પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન જીજે-20-એડી-2202 નંબરની એવીયેટર પર બે વ્યક્તિ ઇંગ્લિશ દારૂ સઇને ગલાલીયાવાડ થઇ ચાકલીયા રોડ દ્રષ્ટિ નેત્રાલય દવાખાના તરફ આવવાના ગહોવાની બાતમી પી.એસ.આઇ. એમ.એન.દેસાઇને મળી હતી. જેની જાણ કરતા પેટ્રોલીંગમાં નિકળેલ સ્ટાફ ગલાલીયાવાડ બાપા સીતારામ મંદિર પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી એવીયટર મોપેડ આવતા તેને ઉભી રાખવાનો સંકેત કરી કોર્ડન કરી ઉભી રખાવી હતી. તેઓની પાસેના પોટલાની તલાસી લેતાં તેમાંથી28,800 રૂપિયાની ઇંગ્લિશ દારૂની નાની મોટી 192 બોટલો મળી આવી હતી. જથ્થો તથા 10 હજાર રૂપિયાની એવીયટર મળી 38,800 રૂપિયાના જથ્થા સાથે ગલાલીયાવાડના રણવીર રાજુ ચૌહાણ તથા રાકેશ અર્જુન ભુરીયાની ધકપકડ કરી દાહોદ બી ડિવીઝન પોલીસે તેઓની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
*પોલીસને જોઈ ભાગવા જતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો*
દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથકનો સ્ટાફ ગતરોજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સાગટાળા પી.એસ.આઇ. વી.આર.ચૌહાણને મળેલી દારૂની અંગેની બાતમી આધારે સ્ટાફના માણસોને વોચમાં રહેવાની સૂચના આપી હતી. જેના આધારે સ્ટાફના માણસો ડભવા તરફ જતાં રસ્તા ઉપર બાતમીવાળી મોટર સાયકલની વોચમાં હતા. તે દરમિયાન ઝાપડીયા ગામ તરફથી મોટર સાયકલ આવતા તેને બેટરીના અજવાળે ઉભી રાખવાનો સંકેત કરતાં પોલીસને જોઇ મોટર સાયકલ મુકી ભગવા જતાં ધાનપુર તાલુકાના ઘડા ગામના ચાલક અશ્વીનરમેશ બારીયાને પોલીસે ઝડપી પાડ્યો હતો. બાઇક પર બાંધેલા લઘડામાંથી 25,920 રૂપિયાની બિયરની પેટીઓ જેમાં કુલ 216 ટીન મળી આવ્યા હતા. જથ્થો તથા બાઇક મળી 50,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ચાલક સામે સાગટાળા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મોપેડ પર દારુ લાવતો બુટલેગર ઝડપાયો ઝાલોદ પી.એસ.આઇ. જી.બી. રાઠવા તથા સ્ટાફના માણસો ગતરોજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન જીજે-20-બીબી-3311 નંબરની એક્ટિવા ઉપર દારૂ ભરી એક વ્યક્તિ ઝાલોદ બાયપાસ રોડથી નાનસલાઇ વચલા ફળિયામાં થઇ રણીયાર ગામ તરફ જનાર હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે નાનસલાઇ ગામે વચલા ફળિયામાં વોચ ગોઠવી હતી. ત્યારે બાતમીવાળી એક્ટિવા આવતાં તેને ઉભી રખાવી હતી અને તેની તલાસી લેતાં જુદા જુદા માર્કાની અલગ અલગ કંપનીની ઇંગ્લિશ દારૂ તથા બીયરની કુલ કુલ 258 બોટલો જેની કિમત રૂ.29,122ની મળી આવી હતી. જથ્થો તથા 25 હજારની એક્ટિવા મળી કુલ 54,122 રૂપિયા મુદ્દામાલ સાથે રણીયાર ગામના એક્ટિવા ચાલક સુરેશ ઉર્ફે ભુટ્ટો ફુલસીંગ ભુરીયાની ધરપકડ કરી તેની સામે ઝાલોદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
