સંચારબંધીના ભંગ બદલ શહેરની ફરસાણની દુકાનને સીલ મારતું નગરપાલિકા તંત્ર

Editor Dahod Live
1 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.27

કોરોના સંક્ર્મણ ને વધુ વકરતા અટકાવવા માટે સરકાર દ્વારા લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.અને વ્યવસ્થાના ભાગરૂપે સંચારબંધી લાગુ કરી દેવામાં આવી છે.તેવા સમયે નગરપાલિકા તંત્રે ધારા 144 ના ભંગ બદલ એક ફરસાણની દુકાનને સીલ મારી હોવાનું જાણવા મળેલ છે.

વિશ્વભરમાં કોરોના વાયરસે પગપેસારો કર્યો છે..તેવા સમયે કોરોના સંક્રમણને નાથવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે.દાહોદ શહેરમાં પણ લોકડાઉનની કડક અમલવારી કરવામાં આવી રહી છે.અને વહીવટીતંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ ને અમુક સમય માટે છૂટછાટ આપી છે.તેવા સમયે દાહોદ શહેરના ગોવિંદ નગર વિસ્તારમાં આવેલ રામેશ્વર નમકીન નામક ફરસાણવાળાએ પોતાની દુકાન ખોલીને વેપાર કરી રહ્યો હતો.તે સમયે આવી પહોંચેલી દાહોદ નગરપાલિકાની ટીમે ફરસાણની દુકાનને સંચારબંધીના ભંગ કરવા બદલ સીલ મારી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે.લોકડાઉનની પરિસ્થિતિમાં વહીવટી તંત્ર નગરજનોના હિતને ધ્યાનમાં રાખી કોરોના સંક્રમણને વધુ વકરતા રોકવા માટે કડક અમલવારી કરાવી રહી છે.સાથે સાથે આરોગ્યતંત્ર પણ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા મથામણ કરી રહ્યા છે.ત્યારે આવા કટોકટીના સમયે જેટલી જવાબદારીઓ વહીવટીતંત્રની છે.તેટલી જવાબદારી શહેરીજનોની પણ છે.જેને સ્વીકારી સૌએ સરકારી આદેશોનું પાલન કરી સાચા અર્થમાં દેશ સેવામાં પોતાનું ફાળો આપવા જેવું છે.

Share This Article