
રાહુલ ગારી ગરબાડા
ટૂંકીવજુમાં થોડાક દિવસ પહેલા આકાશી વીજળીથી ઈજાગ્રસ્ત થયેલી મહિલાના પતિને તંત્ર દ્વારા સહાયનો ચેક અર્પણ કરાયો…
ટૂંકીવજુમાં વીજળી પડવાથી મહીલા ઇજાગ્રસ્ત થઈ હતી
ગરબાડા તા.29
ગરબાડા તાલુકાના ટૂંકીવજુ ગામે અવકાશી વીજળી પડવાથી ખરાડ સુરાખાબેન કમલેશભાઈ ને ગંભીર ઇજા થતાં તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમની તબિયત સારી થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી ઇજાના કિસ્સામાં સરકારના ધારા ધોરણ મુજબ રૂપિયા 12,700 ની સહાય ઈજાગ્રથ ખરાડ સુરેખાબેન ના પતિ કમલેશભાઈ ને તાલુકા પંચાયત સભ્ય ખરાડ કાંતિભાઈ તેમજ તાલુકા વિકાસ અધિકારી હિરલ પટેલ તેમજ વિસ્તરણ અધિકારી યોગેશ સંગાડા દ્વારા ચેક આપવામાં આવ્યો હતો..