કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા પંચાયતની આઇસીડીએસ ઘટક ત્રણ અને ચારની પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી..
સીંગવડ તા.26
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકા મથક ખાતે ઘટક ત્રણ અને ચાર ના પોષણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત મિલિટ માંથી બનતી વાનગીઓની હરિફાઈ યોજવામાં આવી તેના અંતર્ગત તાલુકાની કિશોરીઓ
દ્વારા ટીએચ આર ના પેકેટમાંથી તેમજ ધાન્યમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી નિદર્શન કરવામાં આવ્યું તેમજ પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાને આવનાર કિશોરીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું આ ઉપરાંત ત્રણ થી છ વર્ષના બાળકોના બાળ તંદુરસ્ત હરીફાઈ યોજવામાં આવી તેમાં પણ પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનારને ઇનામ વિતરણ તેમજ ભાગ લેનાર અન્ય બાળકોને પણ પ્રોત્સાહિત ઇનામ વિતરણ કરવામાં આવ્યું જ્યારે
પોષણ પખવાડિયાના ભાગરૂપે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડીસ્ટ્રીક્શન ન્યુટીશન કન્સલ્ટન્સ તેમજ જિલ્લામાંથી આવેલ આઈસીડીએસ ટીમ સિંગવડ ઘટક ત્રણ અને ચાર ના સીડીપીઓ તેમજ તાલુકા આઈસીડીએસ સ્ટાફ કાર્યકર કિશોરીઓ અને ભાગ લેનાર બાળકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો