ગરબાડા તાલુકા કન્યા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ મથકની મુલાકાત કરાવી

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

તાલુકા કન્યા શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ગરબાડા પોલીસ મથકની મુલાકાત કરાવી

ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ દ્વારા બાળકોને પોક્સો તેમજ ગુડ ટચ અને બેડ ટચ વિશે માહિતગાર કર્યા

ગરબાડા તા.20

 

ગરબાડા તાલુકાની કન્યાશાળા ના આચાર્ય તેમજ શાળાના શિક્ષકો દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓને ગરબાડા પોલીસ મથક તેમજ પંચમહાલ બેંક ની મુલાકાત કરાવી બાળકોને માર્ગદર્શિત કર્યા હતા જેમાં શાળાના બાળકોને ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે એલ પટેલ દ્વારા પોલીસની કામગીરી તે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા અને પોક્સો અંગે બાળકોને અવેરનેસ કરી ગુડ ટચ તેમ બેડ ટચ અંગે બાળકોને અવરનેસ કરીને બાળકોને પૂરતું માર્ગદર્શન આપવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય દ્વારા ગરબાડા પોલીસ મથકના પીએસઆઇ જે.એલ પટેલ તેમજ ધ પંચમહાલ બેંકના મેનેજર અંકિતભાઈ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Share This Article