
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડામાં ફરસાણની દુકાનો તેમજ જ્યુસની હાટડીઓ પર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા..
જ્યુસની 10 દુકાનો તેમજ ફરસાણની 8 દુકાનો ઉપરથી સેમ્પલ લેવાયા.
ગરબાડા તા.14
ગરબાડા નગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે ઓચિંતું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જ્યુસની 10 દુકાનો તેમજ ફરસાણની 8 દુકાનો ઉપરથી સેમ્પલ લીધા હતા અને તે સેમ્પલને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. હાલમાં ઉનાળાની સિઝન ચાલી રહી છે અને દુકાનદારો તગડો નફો રળી લેવા માટે ભેળસેલ યુક્ત પદાર્થો મેળવીને લોકોના સ્વાસથ સાથે છેડા કરતાં હોય છે જેને લઇને આજે ફુડ વિભાગ દ્વારા ગરબાડા નગરમાં જુદી જુદી ફરસાણની દુકાનો તેમજ જ્યુસની હાટડીયો ઉપર સર્વે કરીને સેમ્પલ લીધા હતા.જયુસ તેમજ ખાદ્ય પદાર્થોના તેમજ તેલના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ગરબાડા નગરમાં ફુડ વિભાગના ધરોડા પડતા ભેળસેળ યુક્ત પદાર્થો વેચતા વેપારીઓમાં ગભરાટ નો માહોલ જોવા મળ્યો હતો.