ખેતરમાં પાણી વાળવા જઈ રહેલા ખેડૂત પર દીપડાનો હુમલો:એક અઠવાડિયામાં દીપડાએ બે વાર હુમલો કરતા લોકોમાં ભયનો માહોલ

Editor Dahod Live
3 Min Read

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દેવગઢબારિયાની મોટીઝરી ગામે દીપડાએ એક ખેડૂત ઉપર હુમલો કરતાં ખેડૂત ગંભીર રીતે ઘાયલ દીપડો નાળાની અંદર ઘૂસી જતાં મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા દિપડાને પાંજરે પુરવાની માંગ, થોડા દિવસ અગાઉ આ જ ગામમાં દીપડાએ હુમલો કર્યો હતો,સવારે ખેતરમાં પાણી વાળતા ખેડૂત પર દીપડાએ હુમલો કર્યો,હુમલો કરી દીપડો નજીકમાં આવેલ નાળામાં ઘુસ્યો, દિપડાને પાંજરે પુરવા ગ્રામજનોની માંગ

દે.બારીયા તા.25

દેવગઢ બારિયા તાલુકાના મોટી ઝરી ગામે થોડા દિવસ અગાઉ એક ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યો હતો ત્યારે ગામનો અન્ય વધુ એક ખેડૂત ખેતરમાં પાણી વાળતો હતો ત્યારે જંગલમાંથી આવેલા દીપડાએ હુમલો કરતા ખેડૂતને ગંભીર ઇજાઓ ખેડૂતને હુમલો કર્યા પછી દીપડો નાળામાં ઘૂસ્યો દીપડા ને જોવા મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્ર થયા દીપડાને પાંજરે પુરવાની ઉઠી માંગ વનકર્મીઓએ નાળાને કોર્ડન કર્યું.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના મોટીઝરી ગામે થોડા દિવસ અગાઉ જ એક ખેડૂત ખેતરમાં જતા દીપડા એ હુમલો કર્યો હતો અને કદાચ તે ખેડૂતને દીપડાના હુમલાના ઘાવ ભરાયાં નથી ત્યાં આજ તારીખ ૨૫/૦૩/૨૦૨૦ ના રોજ તેજ ગામના ગળી ફળિયા માં રહેતા બળવંતભાઈ મોતીભાઈ પટેલ ઉંમર 40 ના પોતાના ખેતરમાં ઘઉં ની ખેતી કરેલી હોય અને ખેતરમાં પાણી મુકવા ગયેલા જ્યાં તેઓ ખેતરમાં પાણી વાળતા હતા ત્યારે જંગલ માંથી આવેલા એક દીપડાએ બળવંતભાઈ ઉપર અચાનક હુમલો કરતા બળવંતભાઈ દીપડાના આ અચાનક હુમલાથી હેબતાઈ ગયેલા અને તેઓએ બૂમાબૂમ કરતા આસપાસના ખેતરમાં કામ કરતા ખેડૂતો દોડી આવતા બૂમાબૂમ કરતા દિપડો ત્યાંથી ભાગી ગયો હતો અને નજીકમાં રસ્તા ઉપર બનાવેલ એક નાળા માં આ દીપડો અંદર ઘુસી ગયો હતો જ્યારે દીપડાના હુમલામાં બળવંતભાઈને માથાના ભાગે ખભાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સમાં દેવગઢબારીયા સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યારે દીપડો નાળા અંદર ઘુસ્યો છે તેવી જાણ ગ્રામજનોને તેમજ આસપાસના ગ્રામજનોને વાયુવેગે થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં દીપડાને જોવા ઉમટી પડ્યા હતા ત્યારે આ બનાવ અંગે સ્થાનિક વનવિભાગને જાણ કરતા બારીયા રેન્જના આર.એફ.ઓ સ્ટાફ સાથે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા અને જે નાળામાં દીપડો ઘુસી ગયો હતો તે નાળાને કોર્ડન કરી ગ્રામજનોને ત્યાંથી દૂર ખસેડ્યા હતા.ત્યારે અવારનવાર દીપડાના હુમલાથી ખેડૂતો આ પંથકમાં ભયભીત રહેતા હોય અને દીપડો જો માનવભક્ષી બને તે પહેલા આ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉઠવા પામી હતી. ત્યારે હાલમાં વનવિભાગ દ્વારા જે નાળા માં દીપડો ઘૂસ્યો હતો ત્યાં પાંજરું મુકવામાં આવ્યું છે.અને આ દીપડાનું રાત્રિના સમયે રેસ્ક્યુ કરી તેને બહાર કાઢવામાં આવશે તેમ સ્થાનિક આર એફ ઓ એ જણાવ્યું હતું ત્યારે એક જ સપ્તાહના અંતરે દીપડાના બે હુમલાથી પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામેલ છે ત્યારે વનવિભાગ કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું.

Share This Article