Reading:સામાજિક સંવેદનાની ઉપર દેશ માટેની ફરજ નિષ્ઠા ઉપર હોવાની પ્રતીતિ કરાવતા દાહોદ જિલ્લાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર:મોટાભાઈના મૃત્યુના અંતિમ સંસ્કાર પૂર્ણ કરી તુરંત ફરજ પર હાજર થયા
સામાજિક સંવેદનાની ઉપર દેશ માટેની ફરજ નિષ્ઠા ઉપર હોવાની પ્રતીતિ કરાવતા દાહોદ જિલ્લાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર:મોટાભાઈના મૃત્યુના અંતિમ સંસ્કાર પૂર્ણ કરી તુરંત ફરજ પર હાજર થયા
સગા મોટાભાઈ નું મૃત્યુ થયા બાદ પણ ફરજ બજાવતા ગરબાડા ના પી.એસ.આઇ પીકે જાદવ,અંતિમ વિધિ પત્યા બાદ તુરંત જ ફરજ માટે રવાના હજારો સલામ છે આવા પોલીસ અધિકારીઓને
ગરબાડા તા.25
ગરબાડા ના પીએસઆઇ પીકે જાદવનું મૂળ વતન મેત્રાલ તાલુકો મોરવાહડપ છે તથા તેઓ ગરબાડા પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે ગરબાડા પી.એસ.આઇ પીકે જાદવના મોટાભાઈ હરદેવસિંહ જાદવને કેન્સરની બીમારી હતી.અને તેઓની અમદાવાદ ખાતે પોતાના ઘરે જ પાછલા બે માસથી તેની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી તારીખ 24મીના ગરબાડા પીએસઆઇ પિ.કે.જાદવના મોટાભાઈનું બીમારી વશ મૃત્યુ થતાં તેઓ તાત્કાલિક અસરથી અમદાવાદ મોટાભાઈની અંતિમવિધિમાં ગયા હતા.એક તરફ કોરોના વાયરસને લઈને સમગ્ર દેશ અને દુનિયામાં ગંભીર પરિસ્થિતિ હોય આવા સમયમાં રજા મળવું મુશ્કેલ હોય જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોટાભાઈની અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તુરંત જ ગરબાડા પી.એસ.આઇ પી.કે. જાદવ એ ડ્યુટી જોઈન્ટ કરી લીધી હતી પોતાના ઘરમાં જ આવી કરૂણ ઘટના બની હોય તેમ છતાં દેશની જનતાના હિત માટે પોતાના જીવને જોખમમાં મૂકીને પણ આ પોલીસ અધિકારી પોતાની ફરજ બજાવી રહ્યા છે ખરેખર આવા પોલીસ કર્મીઓને હજારો સલામ છે.