રાહુલ ગારી, ધાનપુર
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા નગર ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ કરવામાં આવ્યો
નવાનગર અને આંબાકાચ ના સરપંચો દ્વારા ટીબી ના પાંચ પાંચ દર્દીઓને દતક લીધા
પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર તાલુકાના નવા નગર આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પ્રધાનમંત્રી ના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત સરપંચ શ્રી જાન્યાભાઈ મુહનિયા નવા નગર તથા જશુભાઈ ગણાવા ક્ષય મિત્રોબની ટીબીના દર્દીઓને દત્તક લઈ કિટ વિતરણ કરવામાં આવી હતી જેમાં બંને સરપંચો દ્વારા પાંચ પાંચ દર્દીઓને દત્તક લઈ ન્યુટ્રેશન પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ MPHW સહીત સલગ્ન અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા