ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર દેવધા નજીક બે બાઈકો સામ-સામે અથડાતા એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત..

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર દેવધા નજીક બે બાઈકો સામ-સામે અથડાતા એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત..

ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત..

આજે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું

ગરબાડા તા.01

ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર અવરનવાર બાઈક ચાલકોની ગફલત અને બેદરકારીને લીધે અકસ્માતો સર્જવાની ઘટના બનતી હોય છે.જેમાં બાઈક ચાલકોની બેદરકારીના લીધે આજે વધુ એક અકસ્માત દેવધા નજીક સર્જાયો હતો.જેમાં બે બાઈકો સામસામે અથડાતા બાઈક પર સવાર ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જોકે અકસ્માતને જાણ થતા ગરબાડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવાર માટે દાહોદ ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમાં મધ્યપ્રદેશના બાઈક ચાલકનું મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

Share This Article