ધાનપુર તાલુકાના પુના કોટા ગામમાં બામણીયા ફળિયામાં સવાર ના 11 વાગ્યા ના અરસામાં અચાનક અકસ્માતે ઘરમાં આગ ફાટી નીકળતા ઘરમાં રાખેલ અનાજ, કરિયાણું, ઘરવખરી, કપડાઓ સહિત તમામ ચીજ વસ્તુઓ આગમાં બળી જવા પામ્યુ છે.ત્યારે આગના બનાવની જાણ બારીઆ ફાયબ્રિગેડને કરતા બારીઆથી ધાનપુર તાલુકામાં લાગેલ આગ ની જગ્યા 45 કિમી દૂર અને આગ લાગેલ ઘરનો એક કિલોમીટરની રસ્તો સાંકડો હોવાથી દાહોદ ફાયર ફાઇટરના મીની વાહનને બોલવામાં આવ્યો હતો.આમ બંને ફાયર બ્રિગેડની મદદ થી આગતો ઓલવી નાખી હતી.પરંતુ ઘરનું અંદાજે નુકશાન 9 લાખ ની આસપાસ થયું હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે.