![લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે ઘર આગળ રમતા બાળક ઉપર ઝાડ પડતા ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો](https://dahodlive.com/wp-content/uploads/2023/02/IMG-20230216-WA0165-770x377.jpg)
ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે ઘર આગળ રમતા બાળક ઉપર ઝાડ પડતા ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો
લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે ઘરની પાછળ ખુલ્લી જગ્યામાં રમતા બાળકો પર મહાકાય ઝાડ પડતા એક બાળકને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળેલ છે
જેમાં આજરોજ તારીખ 15 2 2023 ના રોજ સાંજના સમયે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે રહેતા મોહનભાઇ પુનિયાભાઈ તડવી નો 12 વર્ષીય પુત્ર જયેશ હિમ્મત તડવી અને ત્યાંના સ્થાનિક બાળકો ઘરની પાછળના ભાગે રમતા હતા તેવા સમયે 15 ફૂટ ઊંચું ઝાડ અચાનક તે બાળક ઉપર પડી જતા બાળકને માથાના ભાગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે તેને તાત્કાલિક દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં હાલતો તેની સારવાર ચાલી રહી છે