ધાનપુર તાલુકાના ડુમકા ગામે સ્વીફ્ટ ગાડીમાં હેરાફેરી કરતા વિદેશી દારૂ સાથે બે ઇસમો ઝડપાયા 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ધાનપુર તાલુકાના ડુમકા ગામે સ્વીફ્ટ ગાડીમાં હેરાફેરી કરતા વિદેશી દારૂ સાથે બે ઇસમો ઝડપાયા 

ગરબાડા તા.12

પ્રાપ્ત માહિતી અનુસાર ધાનપુર પોલીસ મથકના પી.એસ.આઇ સી.બી બરડા તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે ધાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને મળેલી ચોક્કસ બાતમીના આધારે ડુમકા ગામે સ્વીફ્ટ ગાડી માં હેરાફેરી કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂના કાચની 750 મિ.લી કુલ બોટલ નંગ 96 કિંમત રૂપિયા 67,200 તથા એક સ્વીફ્ટ ગાડી જેની કિંમત ₹2,50,000 તથા બે મોબાઇલ કિંમત રૂપિયા 5,500 મળી કુલ રૂપિયા 3,22,700 નો મુદ્દામાલ બે ઈસમોને ઝડપી પાડી જેસાવાડા પોલીસ મથકે લાવી તેમના વિરુદ્ધ પ્રોહિત એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Share This Article