કલ્પેશ શાહ :- સિગવડ
સિંગવડ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ દ્વારા ભવ્ય રેલી સ્વરૂપે નીકળી સુખસર ખાતે ભવ્ય ત્રિશૂળ દીક્ષા અને શોર્ય યાત્રામાં જોડાયા
સીંગવડ તા.08
સિંગવડ તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ના સિંગવડ પ્રખંડના કાર્યકર્તાઓ દ્વારા સુખસર ખાતે ભવ્ય ત્રીસૂલ દીક્ષા અને શોર્ય યાત્રામાં જોડાવા જવા માટે જી એલ શેઠ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ ખાતેથી ડીજેના સાથે ભવ્ય રેલી નીકાળીને આખા ગામમાં ફરી ભમરેજી માતાના મંદિર જઈને સુખસર જવા રવાના થયા હતા જ્યારે આખા ગામમાં ભગવા ઝંડા લગાવીને આખા ગામને ભગવામહી કરી દેવામાં આવ્યો હતો જ્યારે આ કાર્યક્રમમાં રંધીકપુર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો