
કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના દાસા સમાજ ઘર ખાતે ભારતીય જનતા પાર્ટીનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો.
સીંગવડ તા.08
સિંગવડ તાલુકાના દાસા સમાજ ઘર મુકામે દાહોદ જિલ્લા પંચમહાલ જિલ્લા અને મહીસાગર જિલ્લાના સાંસદ તથા ધારાસભ્યો નો અભિવાદન કરવામાં આવ્યો જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ દાહોદ પૂર્વ પ્રભારી અને વેજલપુર અમદાવાદના ધારાસભ્ય અમિત ઠાકર પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ ગુજરાત વિધાનસભાના કેબિનેટ મંત્રી કુબેરભાઈ ડીંડોડ ગોધરાના ધારાસભ્ય સી કે રાહુલજી દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા બારીયા ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ કાલોલ ના
ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ મોરવા હડફ ના ધારાસભ્ય નિમિષાબેન સુથાર દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શંકરભાઈ અમલીયાર જિલ્લા પંચાયત ના સભ્યો તાલુકા પંચાયતના પ્રમુખો અને સભ્યો તથા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ કાર્યક્રમ માં મહેમાનોની આવતાની સાથે સ્કૂલની બાલિકાઓ દ્વારા તિલક કરી પુષ્પ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું ત્યાર પછી મંચ પર બિરાજમાન મહેમાનો દ્વારા મંચ ઉપર દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જ્યારે દાહોદના સાંસદ જશવંત સિંહ ભાભોર દ્વારા આવેલા મહેમાનોને ભોરયુ પહેરાવી સાલ ઓડાડી માથે સાફો બાંધીને ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે લીમખેડા ના ધારાસભ્ય શૈલેષ ભાભોર દ્વારા પણ આવેલા મહેમાનોને ભોરયુ પહેરાવી સાલ ઓડાડી અને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી પાર્ટી પ્રમુખ શંકર આંમલીયા દ્વારા આવેલા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી જશવંતસિંહ ભાભોર દ્વારા મંચ પર બિરાજમાન મહાનુભવોનું પણ શાબ્દિક સ્વાગત કરીને તેમને આવેલા મહેમાનોનું દાહોદ જિલ્લાની છ વિધાનસભા જીતાડવા માટેનો જે સિંહ ફાળો આપ્યો તેનો અભિવાદન કર્યું હતું સાંસદ દ્વારા પ્રધાનમંત્રી મોદી તથા ગૃહ અમિત શાહ અને સી આર પાટીલ તથા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પણ યાદ કરી તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે સાંસદ દ્વારા દાહોદ જિલ્લાની છ અને મહીસાગર જીલ્લાની એક વિધાનસભા જીતાડવા બદલ સૌ હોદ્દેદારો અને કાર્યકર્તનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે સાંસદ દ્વારા તેમના પિતા સુમનભાઈ ભાભોર દ્વારા બીમાર હોવા છતાં શૈલેષભાઈ ભાભોર નો પ્રચાર કરવામાં આવ્યો તેમ જણાવ્યું હતું જ્યારે આવનાર 2024 ની લોકસભા ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમ લાગી રહ્યું હતું જ્યારે આવનારી દાહોદ અને પંચમહાલની લોકસભા સીટને ફરીથી જીતાડી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની હાકલ કરવામાં આવી જ્યારે અમિત ઠાકર દ્વારા પણ દાહોદ જિલ્લાના સૌ કાર્યક્રમ આભાર માન્યો હતો ત્યાર પછી રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ દ્વારા પણ સરકાર માંથી કોઈપણ કામ હોય તે કરવા કહ્યું હતું જ્યારે જેઠાભાઇ ભરવાડ દ્વારા પણ સાંસદ જશવંત ભાભોર નો આભાર વ્યક્ત કરી અને તેમના પિતા સુમનભાઈ ભાભોર દ્વારા ચૂંટણીમાં સાથે પ્રચાર કર્યો હોય તેને પણ યાદ કર્યા હતા જ્યારે બધા જ કાર્યકર્તાઓને પણ કેસરિયા સાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર પછી ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી