સંતરામપુર બસ સ્ટેશન વિસ્તારમાં પતંગની દુકાનમાંથી ચાઈનીઝ દોરીના 22 ફીરકા મળી આવતા પોલીસે વેપારીની અટકાયત કરાઈ

Editor Dahod Live
1 Min Read

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

સંતરામપુર બસ સ્ટેશન વિસ્તારમાં પતંગની દુકાનમાંથી ચાઈનીઝ દોરીના 22 ફીરકા મળી આવતા પોલીસે વેપારીની અટકાયત કરાઈ

પોલીસે 6600 નો માલ કબજે કર્યો

સંતરામપુર તા.08

ઉતરાયણના આગમનને લઈને સંતરામપુર નગરમાં ઠેર ઠેર પતંગોની દુકાનો જોવા મળી આવેલી હતી જ્યારે બીજી બાજુ ગુજરાત સરકાર દ્વારા ચાઈનીઝ દોરી નો ઉપયોગ કરવો નહીં અને તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો છે ત્યારે માર્કેટમાં ગેરકાયદેસર રીતે ખાનગીમાં ચાઈનીઝ દોરી નું ધૂમ વેચાણ થયેલું હતું સંતરામપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાં શીતલ પતંગ ભંડાર નામની દુકાન માંથી પોલીસને પેટ્રોલિંગ દરમ્યાન અને બાપ વિના આધારે ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું ચેકિંગ દરમિયાનમાં દુકાનમાંથી ચાઈનીઝ દોરીના 22 ફીરકાઓ મળી આવેલા હતા સંતરામપુર પોલીસે 6600 નું મુદ્દા માલ કબજે કરેલો હતો ચાઈનીઝ દોરીથી માનવ અને પશુઓનો હુમલો અને ઘાતક વસ્તુ ગણાય છે અને પર્યાવરણને પણ નુકસાન કરે છે તે માટે તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે છતાંય સંતરામપુરમાં ચાઈનીઝ ફિરકાઓનું અને દોરીનું ધૂમ વિચાર થયેલું હતું. પોલીસે બાત બીના આધારે મુદ્દા માલ કબજે કરેલો હતો વિકાસકુમાર મહેશભાઈ ડગબર સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

Share This Article