Thursday, 26/12/2024
Dark Mode

સીંગવડ તાલુકાના છાપરી ગામે ચૂંટણી અદાવતે ધીંગાણુ મચાવનાર 6 આરોપીઓને પાંચ વર્ષની સજા ફટકારતી લીમખેડા કોર્ટ…

January 6, 2023
        665
સીંગવડ તાલુકાના છાપરી ગામે ચૂંટણી અદાવતે ધીંગાણુ મચાવનાર 6 આરોપીઓને પાંચ વર્ષની સજા ફટકારતી લીમખેડા કોર્ટ…

રિપોર્ટર :- કલ્પેશ શાહ, ગૌરવ પટેલ 

સીંગવડ તાલુકાના છાપરી ગામે ચૂંટણી અદાવતે ધીંગાણુ મચાવનાર 6 આરોપીઓને પાંચ વર્ષની સજા ફટકારતી લીમખેડા કોર્ટ…

છાપરીમાં પાંચ વર્ષ અગાઉ નદીના પાણીમાં ડૂબીયાનું વહેમ તેમજ ચૂંટણીની અદાવતે છ આરોપીઓએ મકાનમાં તોડફોડ કરી લૂંટ ચલાવી હતી..

સીંગવડ/લીમખેડા તા.૦૬

સિંગવડ તાલુકાના છાપરી ગામે પાંચેક વર્ષ અગાઉ નદીના પાણીમાં ડુબાડિયાનું વહેમ તેમજ ચૂંટણીની અદાલત રાખી મકાનમાં તોડફોડ તેમજ લુંટ કરતા આરોપીઓને લીમખેડા ચોથા એડિશનલ સેશન જજ એમ. એ મિર્ઝા સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીઓને પાંચ વર્ષ ની સાદી કેદ તથા પ્રત્યેક આરોપીઓને ૨૦૦૦ નો દંડ અદાલતે ફટકાર્યો હતો.

સિંગવડ તાલુકાના છાપરી ગામના (૧) નરવતભાઈ છગનભાઈ બારીયા (૨) નિમનભાઈ મગનભાઈ બારીયા (૩) ભોપત ભાઈ સોરમ ભાઈ બારીયા (૪) મહેશભાઈ ભીમસિંહભાઈ પટેલ (૫) કાળુભાઈ સોરમ ભાઈ બારીયા (૬) અરવિંદભાઈ લખુભાઈ પટેલ તેમના સગા મનોજભાઈ પર્વતભાઈ ને ફરિયાદી સવિતાબેન પ્રવીણભાઈ ડામોર ના જેઠ તેરસિંગભાઈ ડામોર ઉપર નદીના પાણીમાં ડુબાડી દીધેલાનો વેમ રાખી તેમજ ચૂંટણીની અદાવત રાખી આરોપીઓ એક સંપ કરી સવિતાબેન પ્રવીણભાઈ ડામોર ના ઘરે તોડફોડ લૂંટ કરી જાતિ અપમાનિત શબ્દો ઉચ્ચારી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સવિતાબેન પ્રવીણભાઈ ડામોર તારીખ.૧૨-૯-૨૦૧૭પ રોજ રણધીકપુર પોલીસ સ્ટેશન ફરિયાદ કરવામાં આવી હતી

આ કેસ ચોથા એડિશનલ સેશન જજ એમ એ મિર્ઝા ની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શૈલેષભાઈ તડવીની દલીલો ધ્યાને રાખી આરોપીઓને આઈપીસી કલમ ૪૩૬, ૧૪૯ દાખલ કરી પાંચ વર્ષની સાદી કેદની સજા તથા પ્રત્યેક આરોપીને ૨૦૦૦નો દંડ અદાલતે ફટકાર્યો હતો.

——————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!