Thursday, 21/11/2024
Dark Mode

કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી,નાગરિકો ભીડવાળી જગાએ જવાનું ટાળે- કલેક્ટરશ્રી વિજય ખરાડી: વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાએથી હેલ્પલાઈન શરૂ કરાઈ

કોરોના વાયરસથી ગભરાવાની જરૂર નથી,નાગરિકો ભીડવાળી જગાએ જવાનું ટાળે- કલેક્ટરશ્રી વિજય ખરાડી: વહીવટીતંત્ર દ્વારા જિલ્લા કક્ષાએથી હેલ્પલાઈન શરૂ કરાઈ

નીલ ડોડીયાર @ દાહોદ 

કોરોનાથી ગભરાવાની જરૂર નથી, નાગરિકો ભીડવાળી જગાએ જવાનું ટાળે
દાહોદમાં કોરોના સામે સલામતી માટે રાત્રી બજાર, હાટ બજાર બજાર બંધ કરવામાં આવશે
-જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડી
• કોરોના સંક્રમણને અટકાવવા દાહોદમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન વ્યવસ્થા
• કોરોનાની માહિતી-માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન શરૂ કરાઇ

દાહોદ, તા. ૧૭ :

દાહોદ નગર અને જિલ્લામાં સંક્રમણકારી કોરોના વાયરસને પ્રસરતો રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા પગલાંની માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, લોકોની સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર સઘન પગલાં લેવામાં આવશે. લોકોનું એકઠા થવાનું ટળે એ માટે દાહોદ નગરમાં ભરાતી રાત્રી બજાર અને હાટ બજારો પણ બંધ કરવામાં આવશે.
પત્રકારો સાથે સંવાદ કરતા શ્રી ખરાડીએ ઉમેર્યું કે, કોરાના વાયરસથી લોકોએ ડરવાની બિલ્કુલ જરૂર નથી. દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આ રોગનો એક પણ દર્દી જોવા મળ્યો નથી. પણ, આ વાયરસ સામે સાવચેતી એ જ સલામતી છે. એટલે જ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો દાહોદમાં અસરકારક અમલ કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, દાહોદ જિલ્લામાં આ માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રચાર કરીને નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. જિલ્લામાં ૩ હોસ્પીટલોમાં ક્વોરોન્ટાઇન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે જેમાં ૧૭૬ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આઇસોલેશન વોર્ડમાં ૫ વેન્ટીલેટર સહિત ૨૨ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી ૧૫ દિવસ દેશમાં કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે ખૂબ મહત્વના હોય જિલ્લા વહિવટી તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં જનજાગૃતિ માટે ૧૦૦૦ બેનર્સ લગાવવામાં આવ્યા છે અને ૨ લાખ પત્રિકાઓનુ વિતરણ કરવામાં આવ્યું છે. સોશિયલ મિડીયાથી પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે જણાવ્યું કે, વિશ્વમાં જેટલા પણ કોરોના વાયરસના પોઝીટીવ કેસ થયા છે તેમાંથી ૯૩ ટકા લોકો તેનાથી મુક્ત થઇ સંપૂર્ણ તંદુરસ્ત થઇ ગયા છે. ફક્ત ૭ ટકા કેસો મૃત્યુના નોંધાયા છે. તે પણ ૬૦ વર્ષથી વધુ વયના અને અન્ય રોગોથી પીડિત વ્યક્તિઓના જ મૃત્યુ થયા છે. માટે કોરોના વાયરસમાં જે પોઝેટીવ કેસ બને છે તે બચી ન તે વાત ખોટી છે. આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવી જોઇએ અને કોઇ અસરગ્રસ્ત જણાય તો તરત જ ૧૦૪ નંબર પર સંપર્ક સાધીને જાણ કરી શકાય છે. સાથે જિલ્લામાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમનો ૦૨૬૭૩-૨૩૯૨૭૭, ૨૩૯૧૨૩ પર સંપર્ક કરી શકાશે.

તેમણે જણાવ્યું કે, જિલ્લામાં ૨૮ વ્યક્તિઓને સંદિગ્ધ તરીકે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા જેમાંથી ૧૦ વ્યક્તિઓને સતત ૧૪ દિવસ સુધી આ વાયરસના કોઇ પણ લક્ષણ નથી જણાયા. જયારે બાકીના વ્યક્તિઓ પર ૧૪ દિવસ થાય ત્યાં સુધી વોચ રાખવામાં આવશે. અત્યાર સુધી જિલ્લામાં અને રાજયમાં એક પણ પોઝેટિવ કેસ નથી નોંધાયો.
દાહોદ નગરમાં જાહેરમાં થૂંકનારી બે વ્યક્તિને દંડ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા સફાઇ દ્વારા સફાઇ કામગીરી સઘન રીતે થાય એવી સૂચના આપી દેવામાં આવી છે. સરકારે માસ્ક અને હેન્ડ સેનીટાઇઝર્સનો આવશ્યક વસ્તુ અધિનિયમ હેઠળ સમાવેશ કર્યો છે અને આ વસ્તુઓમાં કોઇ પણ જાતની નફાખોરી ન કરવામાં આવે તે માટે તંત્ર દ્વારા આવશ્યક પગલા લેવામાં આવી રહ્યાં છે. હાલમાં તંત્ર પાસે ૧૦૦૦ માસ્કનો સ્ટોક ઉપલબ્ધ છે અને વધુ ૫૦ હજાર માસ્ક માટે માંગણી કરવામાં આવી છે.
ઉક્ત સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, દરેક સામન્ય માણસે માસ્ક પહેરવો જરૂરી નથી. ફક્ત જે લોકો સંદિગ્ધ છે તેમના પરીજનોએ માસ્ક પહેરવાની આવશ્યકતા છે. નાગરિકોઆ વાયરસથી બચવા માટે જાહેર કરવામાં આવેલી સાવચેતીઓનું અવશ્ય પાલન કરે અને ધાર્મિક કે સામાજિક પ્રસંગોમાં કે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઇએ. વારંવાર હાથ સાબુ કે સેનીટાઇઝરથી ધોવા જોઇએ. જયાં ત્યાં થુકવું ન જોઇએ.
પત્રકાર પરીષદમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પહાડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!