Friday, 18/10/2024
Dark Mode

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દાહોદમાં ખાતા ધારકોની પાસબુકમાં એન્ટ્રી મશીન બંધ રહેતા હાલાકી …

November 9, 2022
        631
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દાહોદમાં ખાતા ધારકોની પાસબુકમાં એન્ટ્રી મશીન બંધ રહેતા હાલાકી …

રાજેશ વસાવે, દાહોદ 

 

 

યુનિયન બેંક ઓફ ઈન્ડિયા દાહોદમાં ખાતા ધારકોની પાસબુકમાં એન્ટ્રી મશીન બંધ રહેતા હાલાકી …

 

 

ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા દાહોદ શાખા ખાતે પાસબુકની એન્ટ્રી પાડવાનું મશીન ઘણા સમયથી બંધ રહેતા, બ્રાન્ચ મેનેજરશ્રીને નોટીસ આપવામાં આવી. દાહોદ ખાતેની યુનિયન બેંક ઓફ ઇન્ડિયા ખાતે ઘણા સમયથી ખાતા ધારકો પાસબુકની એન્ટ્રી પડાવવા જાય છે, ત્યારે બેંકના કર્મચારીઓ મશીન બંધ છે એન્ટ્રી નહીં પડે , થોડા દિવસ પછી આવજો તેમ કહેવામાં આવે છે, પાસબુકમાં એન્ટ્રી પાડવાનું મશીન છેલ્લા છ મહિનાથી બંધ હાલતમાં છે , ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે. એન્ટ્રીના અભાવે પોતાની ખાતાની નાણાંકીય પરિસ્થિતિ જાણી શકતા નથી . અંગે ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા દાહોદ બ્રાન્ચ મેનેજરને નોટીસ પાઠવવામાં આવી છે. મશીન ચાલુ નહીં થાય તો બેંકની સેવાની ખામી ધ્યાનમાં લઈ ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તે અંગે લેખિત નોટીસ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!