પ્રાથમિક શિક્ષક સંઘની આગેવાનીમાં પોતાની પડતર માંગણી સંદર્ભે ધરણા પર બેસવા 57 જેટલાં શિક્ષકોનો કાફલો દિલ્હી ખાતે રવાના થયો

Editor Dahod Live
1 Min Read

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

જુની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા તથા રાષ્ટ્રીય કક્ષાના અન્ય વધુ પ્રશ્નો સંદર્ભે અખીલ ભારતીયા પ્રાથમીક શિક્ષક સંઘના આદેશાઅનુસાર તાલુકા-જિલ્લા અને રાજય લેવલે ધરણાં કાર્યક્રમ આપ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ તાઃ ૨૧ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૦ દરમિયાન જુદા-જુદા રાજયોના શિક્ષકો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાશે.
આ રાષ્ટ્રીય કક્ષાના ધરણાં કાર્યક્રમમાં ભાગ લેવા માટે દે.બારીઆ તાલુકાના-પ્રાથમીક શિક્ષક સંઘની આગેવાનીમાં તાલુકાના ૫૭ જેટલા શિક્ષકો આજરોજ દિલ્હી જવા માટે ઉપડયા શિક્ષકોની વિવિધ માંગણીઓને વાચા આપવા દેશના અન્ય રાજયો સહિત ગુજરાત રાજયના શિક્ષકો પણ દિલ્હી ખાતે જંતર-મંતર ખાતે ધરણાં કાર્યક્રમમાં તાઃ ૨૭-૦૨-૨૦૨૦ને ગુરૂવારના રોજ સવારના ૧૦ થી સાંજ ૪ કલાક દરમિયાના ભાગ લેશે.

Share This Article