કલ્પેશ શાહ, સિંગવડ
સિંગવડ તાલુકાની 41 પ્રાથમિક શાળાના તથા બીઆરસી ભવન બનાવવા ખાતમુહર્ત કરાયો.
સિંગવડ તાલુકાના 41 પ્રાથમિક શાળા મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ દેશનું સૌથી મોટું સર્વગ્રાહી શાળાકીય મિશન કાર્યક્રમનું શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ એસ પારેખ માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમા વિધાર્થીઓ, શિક્ષકો, આચાર્ય, સી આર સી, બી આર સી, પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનું સ્વાગત, સન્માન કરવામાં આવ્યું.શાળાના આચાર્યશ્રી દ્વારા સ્કૂલ ઓફ એક્સેલેન્સ,તેમજ શિક્ષણ વિભાગની સિદ્ધિઓની માહિતી આપવામાં આવી .આગામી સમયમાં શિક્ષણ વિભાગ દ્વારા થયેલ આયોજન ની માહિતી આપવામાં આવી.આ કાર્યક્રમમા ઉપસ્થિત મહાનુભવોએ વક્તવ્ય આપ્યું જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દાદાનગર કન્વેશન સેન્ટર અડાલજ ગાંધીનગર ખાતેથી આ કાર્યક્રમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનું લાઈવ પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું.ત્યાર બાદ સમગ્ર તાલુકમાં 41 જેટલી શાળાઓમાં 9,48,53,000 ના ખર્ચે તૈયાર થનાર ઓરડા, ટોયલેટ જેવા કામોના ખાતમુહર્તપ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું.ત્યાર બાદ સમગ્ર તાલુકમાં 41 જેટલી શાળાઓમાં 9,48,53,000 ના ખર્ચે તૈયાર થનાર ઓરડા, ટોયલેટ જેવા કામોના ખાતમુહર્ત આ કાર્યક્રમ મા ઉપસ્થિત મહાનુભવો દ્વારા કરવામાં આવ્યા .જે અંતર્ગત આજ રોજ તાલુકા પ્રાથમિક શાળા સીંગવડ ખાતે ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર ના હસ્તે 80,04000ના ખર્ચે તૈયાર થનાર 6 ઓરડાનું તેમજ 96,97,000 ના ખર્ચે તૈયાર થનાર બી આર સી ભવન નું ખાતમૂહર્ત કરવામાં આવ્યું.. આ પ્રસંગે પૂર્વ તાલુકા પ્રમુખ સી કે કિશોરી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સરોજબેન ચૌધરી, સામાજિક કાર્યકર જીવણભાઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અર્જુનભાઈ બારીયા, તાલુકા શૈક્ષિક સંઘના પ્રમુખ રાજેન્દ્રભાઈ બારીયા, તેમજ સંઘના હોદેદારો અને ssa સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.. સમગ્ર કાર્યક્રમ તમામ શાળાઓમાં સારી રીતે થાય તેવું આયોજન ટી પી ઈ ઓ સરોજબેન ચૌધરી,બી આર સી.કૉ. સામજીભાઈ ટી આર પી કિરીટભાઈ રાણા, તમામ સી આર સી કૉ શ્રી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.