ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડા પૂર્વ સરપંચ તેમજ બીજેપીના જિલ્લા કારોબારીના કારોબારીના સભ્યપદેથી રાજીનામુ આપી કોંગ્રેસમાં જોડાયા
લીમખેડા ના પૂર્વ સરપંચે આજે ભાજપ જિલ્લા કારોબારી સભ્ય પદેથી તેમજ ભાજપ પક્ષના પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામું ધરી દેતા જિલ્લા ના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
આગામી વિધાન સભાની ચૂંટણીનાં પડઘમ વાગી રહ્યા છે જેને લઈને ભાજપ અને કોંગ્રેસમાં રાજીનામા પડવા લાગ્યા છે ત્યારે આજે આગામી ચૂંટણીને અનુલક્ષીને લીમખેડાના પૂર્વ સરપંચ રાકેશભાઈ બારીયાએ ભાજપ જિલ્લા કારોબારી સભ્ય પદેથી તેમજ ભાજપ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું ધરી દીધું હતું તેથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે ભાજપમાં પોતાની અવગણના થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.