ગરબાડામાં આંગણવાડી વર્કરોએ પોતાની પડતર માંગણીઓને લઈ ધારાસભ્યને પાઠવ્યું આવેદન

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડામાં આંગણવાડી વર્કરોએ પોતાની પડતર માંગણીઓને લઈ ધારાસભ્યને પાઠવ્યું આવેદન

ગરબાડા વિશ્વકર્મા મંદિર ખાતે ઘટક -1 તેમજ બાવકા ગામે ઘટક-2 ની આંગણવાડી કર્મચારીઓ દ્વારા  ધારાસભ્યને આવેદન પાઠવ્યો.

ગરબાડા તા.14

 

 ગુજરાત આગંણવાડી કર્મચારી સંગઠન દ્વારા ગુજરાત ની આગંણવાડી વર્કર તથા તેડાગર  બહેનોના પાયાના પશ્રનો અંગે માગણી માટે જાન્યુઆરી 22 થી સતત રજૂઆત કરવામાં આવી હતી જે મોબાઈલ  એપ્લિકેશન દ્વારા કામ કરાવામાં આવે છે તે કરાવવુ નહી અને વધુમા આગંણવાડી બહેનોએ જણાવતા કહ્યું હતુ કે અમને કાયમી કરો અને પગાર વધારો કરવા જેવી બાબતે લઈ ને આજે ગરબાડા વિશ્વકર્મા મંદિર ખાતે ઘટક -1 તેમજ બાવકા ગામે ઘટક-2 ની આંગણવાડી કર્મચારીઓ અને તેડાગર બહેનો દ્રારા 133 મતવિસ્તાર ના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયાને આવેદન પત્ર આપ્યું હતું. ગરબાડા તાલુકાની ઘટક -1 તેમજ ઘટક-૨ આંગણવાડી વર્કર તેમજ તેડાગર બહેનો આવનાર ત્રણ દિવસ માટે હડતાલ પર પણ ઉતરવાની ચીમકી ઉચ્ચારી અને ઉગ્ર માંગ સાથે સૂત્રોચાર સાથે સરકારને માંગણી સ્વીકારવા અપીલ કરી હતી.જેમાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા દ્વાર તેઓની માંગણી ઓ પુરી કરવા બાંહેધરી આપવામાં આવી હતી ..

Share This Article